- યુવતીના બે ભાઈ અને બનેવી એ મળી કરી પ્રેમીની હત્યા
- યુવતીને સાથે રાખી પ્રેમી યુવકને બોલાવી એક હથિયાર વડે કરી હત્યા
- જનરલ સ્ટોર પરથી જમવા ગયા બાદ પરત ન આવતા શોધખોળના અંતે મળ્યો મૃતદેહ
પાટણઃજિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભુરાભાઈ કાગસીયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીનાં બે ભાઈ અને તેના બનેવીને થતા ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાના મેદાન પાસે બોલાવી તેના પર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો, જે બાદ બાઈકો લઇને નાસી ગયા હતા.
યુવતી અને તેના બન્ને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવા મળ્યા
જ્યારે બપોરે ધરે જમવા જવાનું કહીને ચા સ્ટોલ ઉપરથી નિકળેલ યુવક મોડે સુધી ચા સ્ટોલ પર પરત નહીં ફરતા તેના માલિક દ્વારા તેના પિતાને ફોન કરી જાણ કરી હતી, તેના પિતાએ પોતાના નાના દિકરા લાલાભાઈને આ બાબતે જાણ કરતા તેઓ પોતાના મિત્ર સાથે શોધખોળ માટે નિકળ્યા હતા, પરંતુ મોડે સુધી ભુરાભાઈની કોઈ જગ્યાએ ભાળ મળી નહોતી. મોડી સાંજે ભુરાભાઈના મિત્ર અને સેધાભાઈ નિતિનભાઈ ઠાકોરે ફોન કરી લાલાભાઈને જણાવ્યું હતું કે, તારો ભાઈ ભુરાને તેઓએ બપોરના સમયે શિશુ મંદિર શાળાના મેદાન પાસે જોયો હતો અને તે સમયે યુવતી અને તેના બન્ને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવા મળ્યા હતા.
શિશુ મંદિર શાળાના મેદાન પાછળના ખેતર નજીકથી મળ્યો યુવકનો મૃતદેહ