ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકાએ વેરા વસુલાત માટે મિલકત સીલ કરી - Patan letest news

નગરપાલિકાએ સોમવારથી વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરી છે. પાટણ નગરપાલિકાનું હાલમાં અંદાજે 25 કરોડ રૂપિયાનું દેવું છે. તો બીજી તરફ શહેરના નામાંકિત મિલ્કતદારો ઘણા વર્ષોથી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવતા આખરે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે.

aa
નગરપાલિકાએ વેરા વસુલાત માટે મિલકત કરી સીલ

By

Published : Feb 10, 2020, 6:37 PM IST

Updated : Feb 10, 2020, 7:05 PM IST

પાટણ: નગરપાલિકાએ વેરા વસુલાત માટેની ચાર ટીમો દ્વારા જુદાજુદા વિસ્તારમાં મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જો વેરાની બાકી નીકળતી રકમની વાત કરીએ તો એક લાખથી વધુ વેરા બાકી હોય તેવા 100 બાકીદારોનું લિસ્ટ પાલિકાએ તૈયાર કર્યું છે. જેમાં સૌ પ્રથમ શહેરની ઐતિહાસિક શાહ ભોગીલાલ લહેરચંદ સંગીત વિદ્યાલયને રવિવારે સીલ કરવામાં આવી છે.

નગરપાલિકાએ વેરા વસુલાત માટે મિલકત કરી સીલ

પાટણ નગરપાલિકાને અંદાજીત 35 કરોડ રૂપિયાની વેરા વસુલાત બાકી છે, ત્યારે આટલી મોટી રકમ વસુલ કરવામાં પાલિકા તંત્ર સફળ રહેશે, તો ચોક્કસ શહેરના વિકાસને વેગ મળશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

નગરપાલિકાએ વેરા વસુલાત માટે મિલકત કરી સીલ
Last Updated : Feb 10, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details