- ધારાસભ્ય કિરીટ પટેલે આયોજન અધિકારીને પત્ર લખી કર્યા અવગત
- પાટણ વિધાનસભા મત વિસ્તારના દર્દીઓને ઇન્જેક્શન મળે તે માટે ધારાસભ્યએ લખ્યો પત્ર
- ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી પાટણની બે સરકારી હોસ્પિટલોમાં દસ લાખ રૂપિયા ફાળવ્યા
પાટણ: શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે અનેક વ્યકિતઓ કોરોના સંક્રમિત બન્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને સમયસરની સારવાર મળી રહે તે માટે પાટણ ખાતેની સિવિલ હોસ્પિટલમાં અને ધારપુર મેડિક્લ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દિન- પ્રતિદિન પાટણ શહેર અને જિલ્લામાં વધી રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જોતા કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસરની સારવાર ઉપલબ્દ્ધ બનાવવામાં સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક અસમર્થ બન્યું છે.
આ પણ વાંચો :કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી દરમિયાન કરૂણ મોત, બાળકની તબિયત નાજુક
જિલ્લા આયોજન અધિકારીને પત્ર
આ આક્ષેપ સાથે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પોતાના મતવિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીઓને પાટણની સિવિલ હોસ્પિટલ અને ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સમયસરની સારવાર મળી રહે અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખૂબ જ ઉપકારક બનેલા રેમડેસીવીર ઇન્જેક્શનો મળી રહે તે માટે તેમને મળતી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 5-5 લાખની રકમ બન્ને હોસ્પિટલમાં આપવામાં આવે તે બાબતે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખીને આ અંગેની જાણ કરી છે.
આ પણ વાંચો :રાધનપુરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્યએ 30 લાખ ફાળવ્યા
ધારાસભ્યની આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી
પાટણ શહેરમાં હાલમાં રેમડીસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે અને દર્દીના સગાઓ ઇન્જેક્શન મેળવવા દોડધામ કરી રહ્યા છે. તેવા સમયે ધારાસભ્યની આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને દરેક જરૂરિયાત મંદ દર્દીને મળી રહે ઇન્જેક્શનો મળી રહે તેવું આયોજન ગોઠવાય તે જરૂરી છે.