- કોરોના સંક્રમણ ઘટાડવા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી
- આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર ઉપર લગાવ્યો પ્રતિબંધ
- પાટણમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી
અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે જેતે રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે અંગે રાજ્ય સરકારે ચર્ચા કરી હતી.
આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર ઉપર લગાવ્યો પ્રતિબંધ આ પણ વાંચોઃવડોદરા: કોરાનાના ભયના કારણે દશરથમાં 5મેથી સ્વૈચ્છીક લોકડાઉન
5 મે સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ધંધા-રોજગાર બંધ રહેશે
ગુજરાત સરકારે રાજ્યના 29 મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ધંધા-રોજગાર બંધ રાખવા આદેશ કર્યો છે. હવે 5 મે સુધી તેનું ચુસ્તપણે અમલ કરવાના આદેશ આપ્યા છે, જેને અનુલક્ષી પાટણ શહેરમાં બુધવારથી આ નવી માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરાવવામાં આવતા પ્રથમ દિવસે જ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય દુકાનો બંધ રહી હતી.
કોરોના સંક્રમણ ઘટાડવા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી આ પણ વાંચોઃ ચીખલી તાલુકામાં 28 એપ્રિલથી 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર ઉપર લગાવ્યો પ્રતિબંધ વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી સહકાર આપ્યો
જોકે, સરકારની ગાઈડલાઈન અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને મોડી રાત્રે જાણ કરાતા સવારે કેટલીક દુકાનો ખૂલી હતી, પરંતુ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને ગાઈડલાઈન અંગે સ્પષ્ટતા કરવામાં આવતા વેપારીઓએ તરત જ ધંધા-રોજગાર બંધ કરી દીધા હતા અને સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.