ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા - Completion of the voluntary lockdown in Patan

પાટણ શહેર-જિલ્લામાં અપાયેલા લોકડાઉનની સમયમર્યાદા પૂર્ણ થતાં મંગળવારે શહેરના તમામ બજારો રાબેતા મુજબ ખુલી જતાં એક સપ્તાહ પછી સૂમસામ બનેલા રસ્તાઓ વાહનો અને લોકોની અવરજવરથી પુનઃ ધમધમી ઉઠ્યા હતા અને લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા.

સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા
સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા

By

Published : Apr 27, 2021, 4:19 PM IST

Updated : Apr 27, 2021, 7:51 PM IST

  • કોરોના સંક્રમણ અટકાવવા એક સપ્તાહનું અપાયું હતું સ્વૈચ્છિક લોકડાઉન
  • તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી લોકડાઉનને બનાવ્યું હતું સફળ
  • લોકડાઉનની અવધી પૂરી થતાં પાટણમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરાઈ

પાટણ: શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા માટે જિલ્લા કલેક્ટરે વિવિધ વેપારી મંડળો અને સામાજિક આગેવાનો સાથે મહત્વની બેઠક યોજીને ચર્ચાઓ કરી હતી. જેમાં ગત 20 એપ્રિલથી 26 એપ્રિલ સુધી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હતું. જે પૂર્ણ થતા મંગળવારથી બજારો પુનઃ ધમધમતા થયા હતા.

સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા

આ પણ વાંચો:ઓક્સિજન લેવલ ઘટીને 56 સુધી પહોંચ્યા બાદ પણ મહિલા દર્દીએ કોરોનાને માત આપી

સ્વયંભૂ રીતે બંધ રાખીને સફળ બનાવ્યું

શહેર સહિત જિલ્લાના વેપારીઓએ સહયોગ આપીને પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ સજ્જડ બંધ રાખીને લોકડાઉનને સફળ બનાવ્યું હતું. ત્યારે મંગળવારે લોકડાઉનની અવધી પૂરી થતાં સવારથી જ શહેરના તમામ બજારો રાબેતા મુજબ ખુલી ગયા હતા. જ્યાં શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો ચીજવસ્તુઓની ખરીદી માટે શહેરની બજારોમાં આવતા એક સપ્તાહથી સૂમસામ બનેલા માર્ગો પુનઃ ધમધમતા બન્યા હતા.

Last Updated : Apr 27, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details