પાટણઃ જિલ્લા નગરપાલિકાના વોર્ડ નંબર-11ના મહિલા કોર્પોરેટર હંસાબેનના પતિ ભોગીલાલ પરમારએ ગત તારીખ 18 જૂનના રોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યુ કે, નગરપાલિકામાં પ્રમુખે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સરકારી ગ્રાન્ટના નાણાનો દુરુપયોગ કરીને 65 લાખની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર કરીને પ્રજાના પૈસાનો દૂરઉપયોગ કર્યો છે, તેવા આક્ષેપો કર્યા હતા અને જો સાત દિવસમાં ગ્રાન્ટ વિશે કોઈ નિર્ણય જાહેર નહીં કરવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
મહિલા કોર્પોરેટરના પતિએ કલેકટર કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ ભોગીલાલ પરમારે રજૂઆત કર્યાને એક અઠવાડિયાનો સમય વીત્યો હોવા છતાં આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા મહિલા કોર્પોરેટરના પતિ ભોગીલાલ પરમારે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેરોસીનની બોટલ પોતાના શરીર પર રેડી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ કલેક્ટર કચેરી ખાતે દોડધામ મચી જવા પામી હતી. કેમ્પસમાં હાજર રહેલા અન્ય વ્યક્તિઓએ આ પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.
મહિલા કોર્પોરેટરના પતિએ કલેકટર કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ આત્મવિલોપન મામલે મહિલા કોર્પોરેટર હંસાબેન પરમારે નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને બેજવાબદાર ગણાવ્યા હતા.
પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલે આ મુદ્દાને લઈને અરજદાર ભોગીલાલ અને તેમની પત્ની હંસાબેનને જણાવ્યું કે નગરપાલિકાનો ઠરાવ રદ કરવો કે માન્ય રાખવો તેની સત્તા રીજનલ કમિશ્નરને પાસે હક હોય છે. કલેકટરને તેની કોઇ જ સત્તા હોતી નથી, કલેકટરને નગરપાલિકાના કોઈપણ ઠરાવને અટકાવવાની સત્તા આપવામાં આવી નથી.
મહિલા કોર્પોરેટરના પતિએ કલેકટર કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ જણાવ્યું કે, હંસાબેનના પતિ ભોગીલાલ પરમારે જે આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે, જે રોડ રસ્તાની વાત કરે છે, તેમાં તે વિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી હતી જેને પગલે રસ્તાના કામ કરવામાં આવ્યા છે, તેમ છતાં ભ્રષ્ટાચાર કર્યાની સાબિતી આપે તો જાહેર જીવન તેમજ રાજકારણ છોડવાની તૈયારી બતાવી છે.
મહિલા કોર્પોરેટરના પતિએ કલેકટર કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ એક અઠવાડિયા અગાઉ અરજદાર દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હોવા છતાં કલેક્ટર કચેરી ખાતે કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી, જેને લઇને તંત્રની મોટી બેજવાબદારી સામે આવી છે.