ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભક્તો માટે ખુલ્યા કાર્તિક સ્વામી મંદિરના દ્વાર - શિવ અને પાર્વતી

પાટણ શહેરમાં દામાજીરાવ બાગમાં આવેલ કાર્તિક સ્વામીનુ મંદિર(Kartik Swami Temple in Patan) વર્ષમાં એક જ વખત કારતક સુદ પૂનમના દિવસે(Day of Kartak Sud Poonam) ખૂલે છે. શુક્રવારે પૂનમના દિવસે આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અબાલ-વૃદ્ધ સૌએ વરસાદી માહોલમાં પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાટણમાં કાર્તિક સ્વામી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા
પાટણમાં કાર્તિક સ્વામી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા

By

Published : Nov 19, 2021, 6:29 PM IST

  • ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર એક દિવસ માટે દર્શન માટે ખુલ્લું મુકાયું
  • સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિરના દ્વાર રહ્યા ખુલ્લા
  • મહિલાઓ સહિત વૃદ્ધ સૌએ દર્શનાર્થીઓએ દર્શન કર્યા

પાટણઃપૌરાણિક કથા પ્રમાણે ભગવાન (Shiva and Parvati )શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય(Ganesh and Kartikeya) વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન એવા મોર લઈને પૃથ્વી ની પરિક્રમા કરવા નીકળ્યા હતા. સમય મર્યાદામાં સાત વખત પૃથ્વીનું ભ્રમણ કર્યું હતું. ત્યારે ભગવાન ગણેશે બુદ્ધિનો ઉપયોગ કરી પૃથ્વીના ભ્રમણના બદલે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા સાત વખત કરતા ભગવાન શિવ અને પાર્વતીએ ગણેશની પ્રશંસા કરી તેમના વિવાહ સિદ્ધિ અને બુદ્ધિ સાથે કરાવ્યા હતા.

છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિક સ્વામીનું મંદિર દર્શન માટે ખુલ્લુ

ત્યારે કાર્તિકેય આ જોઈ ક્રોધિત થયા અને પોતાને શ્રાપ આપ્યો કે જે સ્ત્રી પોતાનું મોં જોશે તે વિધવા થશે ત્યારે ભાગવાન કાર્તિકેયને સમજાવતા તેઓ એ કાર્તિક પૂનમના (Day of Kartak Sud Poonam)દિવસે મહિલાઓ પોતાના દર્શન કરશે તો શુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવશે. ત્યારે શુક્રવારે કારતક સુદ પૂનમના દિવસે છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિક સ્વામીનું મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ મહિલાઓ અને સૌ કોઈએ સરકારના નિયમોનું પાલન સાથે કાર્તિક સ્વામીના દર્શન કર્યા હતા.

કાર્તિક સ્વામીના દર્શનથી મહિલાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

વર્ષની શરૂઆતની પ્રથમ કારતક સુદ પૂનમના દિવસે જે પરણિત મહિલાઓ કાર્તિક સ્વામીના દર્શન કરે તે સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. વિદ્યાર્થીઓ વિદ્યાની પ્રાપ્તિ કરે છે પુરુષો ધંધા-રોજગારમાં અને બાહુબળ મેળવે છે. આમ વર્ષમાં એક જ વખત ખૂલતાં આ મંદિરમાં કાર્તિક સ્વામીના શ્રદ્ધાળુઓએ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી દર્શન કર્યા હતા.

પાટણમાં ભક્તો માટે ખુલ્યા કાર્તિક સ્વામી મંદિરના દ્વાર

મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

છત્રપતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બિરાજમાન કાર્તિક સ્વામીના મંદિર પરિસર ખાતે યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. યજ્ઞમાં પાંચ યજમાનોએ બિરાજમાન થઈ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી હતી. તો આ પ્રસંગે ભગવાન કાર્તિક સ્વામીને વિશેષ અગ્નિ કરી મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ સવારથી સાંજ સુધી કાર્તિક સ્વામીના દર્શન કર્યા હતા.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

કારતક સુદ પૂનમના દિવસે કાર્તિક સ્વામી ના દર્શન માત્રથી તમામ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે ત્યારે શુક્રવારે પાટણના છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં કાર્તિક સ્વામી ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને ભગવનના મુખારવિંદના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃલગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?

આ પણ વાંચોઃગુજરાતી ગાયિકા ઉર્વશી રાદડિયા પર થયો પૈસાનો વરસાદ, ડાયરામાં લોકોએ મન મૂકીને ઉડાવ્યા પૈસા

ABOUT THE AUTHOR

...view details