- પાટણમાં વરસાદ(Patan Rain Update)ને પગલે સરસ્વતી નદી બન્ને કાંઠે વહેતી થઈ
- ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થઇ
- ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 400 ક્યુસેક પાણી છોડાયું
પાટણઃસિદ્ધપુર અને પાલનપુર પંથકમાં ભારે વરસાદ (Patan Rain)પડતા ઉમરદશી અને મોહિની નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તેનું પણી સરસ્વતીમાં આતા નદી બંને કાંઠે ખળખળ વહેતી થઇ છે અને સરસ્વતી ડેમ (Patan Saraswati Dam)માં પાણીની આવક થતાં એક દરવાજો અડધો ફૂટ ખોલી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પ્રથમ વરસાદે સરસ્વતી ડેમમાં પાણીનો સંગ્રહ થતાં એક દરવાજો ખોલવાની ફરજ પડી હતી. જેથી નદી કાંઠાની કેટલાક ગાંમડાઓને એલર્ટ કરાયા હતા.
આ પણ વાંચોઃ ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ, માલણ નદીમાં આવ્યું ઘોડાપુર