ગુજરાત

gujarat

ETV Bharat / state

GGUના પ્રથમ દિક્ષાંત સમારોહમાં મુખ્ય પ્રધાનના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું-મને કોંગ્રેસની હાલત પર દયા આવે છે

પાટણના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ સોમવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં વિવિધ વિદ્યાશાખાના 305 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

By

Published : Dec 28, 2020, 3:10 PM IST

Updated : Dec 28, 2020, 4:29 PM IST

  • ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી નો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
  • વિવિધ વિદ્યાશાખાના 305 વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી
  • 7 વિધાર્થીઓને સુવર્ણચંદ્રક અને 7 વિધાર્થીઓ રજત ચંદ્રક એનાયત કરાયા

પાટણઃ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક તથા જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી. બે વર્ષના ટૂંકા સમયમાં જ શિક્ષણ ક્ષેત્રના અનેક આયામો આ યુનિવર્સિટીએ સર કર્યા છે. યુનિવર્સિટીમાં આયુર્વેદિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી, એન્જિનિયરિંગ સહિતની 10 કોલેજોમાં 8000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

GGUના પ્રથમ દિક્ષાંત સમારોહમાં મુખ્ય પ્રધાનના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું-મને કોંગ્રેસની હાલત પર દયા આવે છે

કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં સાત યુનિવર્સિટી હતી

સોમવારના રોજ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં એન્જિનિયરિંગ, લો, કોમર્સ અને સાયન્સ વિદ્યાશાખાના 305 વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. સાત વિદ્યાર્થીઓએ સુવર્ણ ચંદ્રક તથા સાત વિદ્યાર્થીઓને રજત ચંદ્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

ભાજપના શાસનમાં ગુજરાતમાં 77 યુનિવર્સિટીઓ કાર્યરત

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ દીક્ષાંત સમારોહને સંબોધતા મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં ચાર યુનિવર્સીઓ કાર્યરત છે, જેમાં હજારો વિધાર્થીઓ વિવિધ શાખાઓમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં સાથે યુનિવર્સિટીઓ હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 77 યુનિવર્સિટીઓ કાર્યરત છે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

કોંગ્રેસ જ્ઞાતિવાદી રાજકારણ કરે છે

યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ પદવીદાન સમારોહ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ ખાતે દિવાળી બાદ કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા રાત્રી કરફ્યુ બાબતે 31મી ડિસેમ્બર બાદ રીવ્યુ કરીને પહેલી જાન્યુઆરીએ કર્ફ્યૂ લાગુ થશે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

31મી ડિસેમ્બર બાદ રાજ્યના મુખ્ય નગરોમાં રાત્રી કર્ફ્યુ અંગે નિર્ણય લેવાશે

બિહારમાં ઓવેસીની પાર્ટીને જે સીટો મળી છે તેને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે અબડાસામાં જે રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી લઘુમતી સમાજના લોકોએ રાજીનામું આપ્યું છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે મુસ્લિમો પણ કોંગ્રેસથી નારાજ છે .છેલ્લી 8 ચૂંટણીઓમાં કોંગ્રેસ હારભોગવીને તેના પરિણામ પણ ભોગવી રહી છે. લોકોના મત મેળવવા માટે કોંગ્રેસ ગેમિક્સ અને જ્ઞાતિવાદી રાજકારણ કરે છે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
Last Updated : Dec 28, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details