પાટણઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University)કન્વેન્શન હોલમાં યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન યોગ બોર્ડના (Gujarat State Yoga Board)ચેરમેન અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં યોગ બોર્ડના ચેરમેન યોગ અંગેની ચર્ચા કરી કેટલાક યોગાસન કરી લોકોને માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવનનો (Yoga at home)સંદેશો આપ્યો હતો.
પાટણમાં યોગ પર ચર્ચા અને સંવાદ કાર્યક્રમ યોજાયો -દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાયોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શનિવારે યોગ પર ચર્ચા કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોગ બોર્ડના ચેરમેન અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી યોગ ટ્રેનર અને યોગ શિક્ષકો ઉપરાંત આપતા યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોગ બોર્ડના ચેરમેને યોગ અંગેની ચર્ચા કરી હતી અને પ્રશ્નોત્તરીના માધ્યમથી યોગ અંગેની સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે કેટલાક યોગના આસનો કરી લોકોને યોગના ફાયદા અને તેની વિશેષતા અંગે જાણકારી આપી હતી. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે બેઠાડું જીવન અને કસરતના અભાવે આજે રોગો વધ્યા છે. કોરોના મહામારી બાદ દેશ અને દુનિયાના લોકો મોટી સંખ્યામાં યોગમાં જોડાયા છે ફેફસાને મજબૂત કરવા માટે પ્રાણાયામ કપાલભાતિ અનુલોમ વિલોમ સૂર્ય નમસ્કાર અને થોડાક આસનોની પ્રક્રિયા ખૂબ જ લાભકારી છે.
આ પણ વાંચોઃHealth in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય