ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બનેલી ઘટના બાદ પાટણમાં શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં

પાટણ : સુરતમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યાં છે. ફાયર સેફ્ટી સહિતના સલામતી માટેના પગલાં માટે શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે પાટણમાં પણ તંત્ર દ્વારા એક બેઠક કરીને શહેરમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં સેફ્ટી અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ તંત્ર દ્વારા 4 ટીમો બનાવીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા ખાનગી ટ્યૂશન ક્લાસિસ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

સુરતમાં બનેલી ઘટના બાદ પાટણમાં શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં

By

Published : May 25, 2019, 8:59 PM IST

પાટણમાં ઘણા વિસ્તારોમાં ટ્યૂશન ક્લાસિસ ધમધમી રહ્યાં છે. જ્યાં સલામતી અને સેફ્ટી અંગેના પગલાં બાબતે સંચાલકોનું ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. શહેરમાં તિરુપતિ માર્કેટમાં ત્રીજા માળે ધમધમી રહેલા વ્રજ ટ્યૂશન ક્લાસિસમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં ડિયુ સર્ટી કે ફાયર સેફ્ટીના કોઈ પણ જાતનું પ્રાવધાન જોવા મળ્યું ન હતું. છેલ્લા 7 વર્ષથી આ ટ્યૂશન ક્લાસિસ ચાલી રહ્યું છે. જેમાં સંચાલકો દ્વારા કોઈ પ્રકારના સાધનો વસાવવામાં આવ્યા નથી.

સુરતમાં બનેલી ઘટના બાદ પાટણમાં શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં

જોકે તંત્રની આ હરકતને પગલે શહેરના મોટા ભાગના ટ્યૂશન ક્લાસિસ બંધ જોવા મળ્યા હતા અને સંચાલકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે. ત્યારે મુખ્યપ્રધાને પણ આ બાબતે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિનો આદેશ આપ્યો છે. જેના પડઘા પાટણમાં પણ પડી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details