- પાટણ કોંગ્રેસ સમિતિએ સભ્ય નોંધણી કાર્યક્રમ યોજ્યો
- નગરપાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપોને લઈ કોંગ્રેસે કાર્યક્રમ યોજ્યો
- કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા પહોંચ્યા
- ચીફ ઓફિસર ન મળતા તેમની ખુરશીને ખેસ પહેરાવી કાર્યકરોએ માન્યો સંતોષ
- કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમને લઇને પાલિકામાં હોબાળો કર્યો
પાટણઃ નગરપાલિકા ખાતે (Patan Municipality)જિલ્લા કોંગ્રેસ સમિતિએ (Patan Congress Committee) નગરપાલિકાના ચીફ ઓફિસરને (chief officer of Patan municipality) કોંગ્રેસના સભ્ય બનાવવાનો (member of Congress) એક કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેમની ખુરશીને ખેસ પહેરાવી (wearing a scarf on the chair) સંતોષ માન્યો હતો.
વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષોએ કમર કસી
આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Assembly Elections) ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારી નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કોંગ્રેસ પણ આ અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવી રહી છે. બીજી તરફ તાજેતરમાં પાટણ નગરપાલિકાના (Patan Municipality) પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ નગરપાલિકાના ચીફ ઓફિસર (chief officer of Patan municipality) પાટણ કોંગ્રેસના (Patan Congress Committee) ધારાસભ્યના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જે અંતર્ગત શુક્રવારે પાટણ કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય (member of Congress) બનાવવા માટે નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો-Janjagaran Padayatra : સાબરકાંઠા કોંગ્રેસની જનજાગરણ પદયાત્રામાં ભાજપ સરકારનો બુલંદ વિરોધ