- જિલ્લા કલેક્ટરે covid વૉર્ડની મુલાકાત લીધી
- અધિકારી અને ડોક્ટરોને જરૂરી સૂચનો આપાયા
- કલેક્ટરે PPE કીટ પહેરી કોવિડ વૉર્ડના ર્દીઓની મુલાકાત લીધી
પાટણઃ જિલ્લા કલેક્ટરે પોતાની મુલાકાત દરમિયાન હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરી હતી. કલેક્ટરે PPE કીટ પહેરી કોવિડ વૉર્ડમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને આપવામાં આવતી સારવાર અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય, દવાઓ અને કોરોનાની ઈન્જેકશનની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓ અને ડૉકટર્સને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ અધિકારીઓ સાથે ધારપુર ખાતેથી રાજ્યના આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનર દ્વારા આયોજિત વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.