ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન કરશે - Patan Municipality

પાટણ પાલિકા તંત્ર દ્વારા નગરપાલિકાના કેમ્પસમાં નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 4 ઓક્ટોબરના રોજ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન કરશે
પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન કરશે

By

Published : Oct 1, 2020, 2:19 PM IST

પાટણઃ નગરપાલિકાના કેમ્પસમાં રૂપિયા 2 કરોડના ખર્ચે નિર્માણ નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનની તૈયારીઓ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી 4 ઓક્ટોબરના રોજ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.

પાટણ નગરપાલિકાનું હયાત બિલ્ડીંગ વર્ષો જૂનું હોવાને કારણે જર્જરિ બન્યુ છે. જેથી નગરપાલિકા કેમ્પસમાં નવી બિલ્ડિંગ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી બિલ્ડીંગનું બંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. દોઢ વર્ષથી ચાલી રહેલું બાંધકામ સંપૂર્ણ પણે પૂર્ણ થયું છે. આ બિલ્ડિંગ અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. પ્રમુખ, ચીફઓફિસર અને ઓએસ વચ્ચે સંકલન જળવાઈ રહે અને અરજદારોને તકલીફ ન પડે તે માટે એક જ માળ ઉપર ત્રણ ઓફીસો કાર્યરત કરવામાં આવી છે.

પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન કરશે

આ ઉપરાંત બે માળના બિલ્ડિંગમાં ઉપરના માળે 70થી વધુ વ્યક્તિઓ એકી સાથે બેસી શકે તેવો મોટો સભાખંડ તેમજ કર્મચારીઓની મીટિંગ માટે નાનો હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. નવું બિલ્ડીંગ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે સાથે જ ભવિષ્યમાં લિફ્ટ મૂકી શકાય તે માટેનું પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

નગરપાલિકાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવાના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે બિલ્ડીંગનું જે કામ બાકી રહ્યું છે. તે કામ ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details