ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાથી 2ના મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો - Patan Korona News

શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે બે દર્દીઓના મોત સાથે 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ તકે જિલ્લામાં મૃત્યુઆંક 14 અને શહેરમાં મૃત્યુની સંખ્યા 8 થઇ છે.

પાટણ જિલ્લામાં કોરોનાથી 2ના મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો
પાટણ જિલ્લામાં કોરોનાથી 2ના મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

By

Published : Jun 17, 2020, 10:39 PM IST

પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. આજે બુધવારે બે દર્દીઓના મોત સાથે 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઇ જિલ્લાનો મૃત્યુઆંક 14 થયો છે, જ્યારે શહેરમાં મૃત્યુની સંખ્યા 8 થઇ છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 125 જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 53 થઈ છે.

પાટણ શહેરના આનંદ નગર સોસાયટીમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારીની સારવાર લઈ રહેલા 65 વર્ષીય સૈયદ મોહમ્મદ અલીની એક સપ્તાહ અગાઉ તબિયત લથડતાં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટેસ્ટ સેમ્પલ લેવાતા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેઓને રજા આપ્યા બાદ ફરી બે દિવસ શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરી રિપોર્ટ કરતા કોરોના પોઝિટિવ આવ્યાના ગણતરીની મિનિટોમાં જ સારવાર દરમિયાન મોત થયું હતું.

તાલુકાના માતપુર ગામના શંકરભાઈ ખુશાલભાઈ પટેલને ગત તારીખ 6 જૂનના રોજ ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોનાની સારવાર લઇ રહેલા આ વૃદ્ધનું પણ મોત નીપજ્યું હતું.


બુધવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં પાટણના ઉપવન બંગ્લોઝમાં રહેતી 27 વર્ષીય દેસાઈ સેજલબેન અમિતભાઈ તથા યશ વિહારમાં રહેતા 32 વર્ષીય ઠક્કર પિનાકીન અને તાલુકાના ચડાસણા ગામે રબારી વાસમાં રહેતા 45 વર્ષના દેસાઈ બળદેવભાઈને કોરોનાના લક્ષણો જણાતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિંજાર કોર્ટના ઈકબાલભાઈ શેખ, પંચોલી પાડામાં રહેતા રમેશભાઇ નાયી તથા સોનીવાડાની રૂગનાથજીની પોળમાં આવેલા નાઈની શેરીમાં રહેતા સોની કૈલાસ બેને કોરોનાને માત આપી સ્વસ્થ થતા આ ત્રણેય દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓનુ પોતાના મહોલ્લાના રહીશોએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details