ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોર્પોરેટરે આરોગ્ય કર્મચારીઓને 10 PPE કીટ અર્પણ કરી

કોરોના વોરિયર્સ તરીકે ખડે પગે રહી સેવા આપનારા પાટણ તાલુકા હેલ્થ કચેરીના આરોગ્ય કર્મીઓની કામગીરીથી પાટણના નગરસેવક પ્રભાવિત થયા છે. જેથી તેમણે 10 PPE કીટ તાલુકા હેલ્થ ઓફિસરને અર્પણ કરી છે.

ETV BHARAT
કોર્પોરેટરે આરોગ્ય કર્મચારીઓને 10 PPE કીટ અર્પણ કરી

By

Published : Jun 19, 2020, 7:19 PM IST

પાટણ: શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આ મહામારીના કપરા સમયમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના રાત-દિવસ ફરજ બજાવતા પાટણ તાલુકા હેલ્થ કચેરીના કર્મચારીઓની કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહી છે, ત્યારે આવા કોરોના વોરિયર્સ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સુરક્ષા માટે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-3ના કોર્પોરેટર અને નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે 10 PPE કીટ તાલુકા હેલ્થ કચેરીને અર્પણ કરી છે.

કોર્પોરેટરે આરોગ્ય કર્મચારીઓને 10 PPE કીટ અર્પણ કરી

પાટણ શહેરમાં પોઝિટિવ કેસ આવતાની સાથે દોડી જનાર આરોગ્ય ટીમની કામગીરીથી પ્રભાવિત થઈને નગરસેવકે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ગૌરાંગ પરમાર અને તેમની ટીમના દિનેશ પટેલ સહિત કર્મચારીઓનું શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. આ ઉપરાંત તેમણે આરોગ્ય ટીમની કામગીરીને પણ બિરદાવી હતી.

કોર્પોરેટરે આરોગ્ય કર્મચારીઓને 10 PPE કીટ અર્પણ કરી

ABOUT THE AUTHOR

...view details