- પાટણમાં કોંગ્રેસ દ્વારા અનોખી રેલી યોજવામાં આવી
- ઊંટલારી સાથે કાઢવામાં આવી રેલી
- ધારાસભ્ય કીરીટ પટેલની આગેવાનીમાં યોજાયેલી રેલી
પાટણઃ શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં લડી રહેલા 11 વોર્ડના 44 ઉમેદવારોને સાથે રાખીને ધારાસભ્ય કીરીટ પટેલની આગેવાનીમાં શુક્રવારે મોંઘવારીના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી.
પાટણમાં કોંગ્રેસે ઊંટલારીઓ સાથે રેલી યોજી મોંઘવારીનો કર્યો વિરોધ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રેલી
રેલીમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ ગેસના સિલિન્ડર, તેલના ડબ્બા, ઊંટલારીમાં મૂકી વધતી જતી મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણનું વેપારીકરણ, ખેડૂત વિરોધી નીતિઓ, બેરોજગારી સહિતના વિવિધ પ્લાકાર્ડ અને બેનરો સાથે કોંગ્રેસના સમર્થકો અને ઉમેદવારો રેલીમાં જોડાયા હતા. વિઠ્ઠલ ચેમ્બરથી નીકળી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને મોંઘવારી સાથે વિરોધ પ્રદર્શિત કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડી નગરપાલિકાનું સુકાન કોંગ્રેસને સોપવા મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી.
પાટણમાં કોંગ્રેસ દ્વારા અનોખી રેલી યોજવામાં આવી રેલીમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
પાટણમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રેલીમાં કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને ઉમેદવારો ચૂંટણી જીતવાના સપનામાં કોરોના કાળમાં સરકારની ગાઈડલાઇનના લીરેલીરા ઉડાડતાં પણ જોવા મળ્યા હતા. રેલીમાં મહિલાઓ અને બાળકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
પાટણમાં કોંગ્રેસે ઊંટલારીઓ સાથે રેલી યોજી મોંઘવારીનો કર્યો વિરોધ