ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વકરેલી કોરોના મહામારી લઈને કોંગ્રેસના ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર - Gujarat News

પાટણ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલથી પત્ર પાઠવી તાકીદે જિલ્લાને ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનો પૂરતો જથ્થો ઉપલબ્દ્ધ કરવા અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં તૈયાર થયેલા 200 જેટલા બેડ ઓક્સિજનના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપયોગમાં લઇ શકાતા નથી તે બાબતે આ બેડ દર્દીઓના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થા કરવા રાજ્ય સરકારને સૂચના આપવા માગણી કરી છે. જો યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

MLA Dr. Kirit Patel
MLA Dr. Kirit Patel

By

Published : Apr 27, 2021, 6:27 PM IST

Updated : Apr 27, 2021, 8:07 PM IST

  • કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે દેશના વડાપ્રધાનને લખ્યો પત્ર
  • જિલ્લામાં કોરોનાને લઇને બનેલી વિકટ પરિસ્થિતિ બાબતે લખ્યો પત્ર
  • જિલ્લામાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્દ્ધ કરવાની કરી માગ
  • ધારાસભ્યએ લોક હિત માટે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

પાટણ: જિલ્લામાં કોરોના મહામારીને લઇને અરાજકતા ભરી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલથી પત્ર પાઠવી તાકીદે પાટણ જિલ્લાને ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનો પૂરતો જથ્થો ઉપલબ્દ્ધ કરવા અને ધારપુર સિવિલ હોસ્પિટલમા તૈયાર થયેલા 200 જેટલા બેડ ઓક્સિજનના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપયોગમાં લઇ શકાતા નથી. તે બાબતે આ બેડ દર્દીઓના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થા કરવા રાજ્ય સરકારને સૂચના આપવા માગણી કરી છે. જો યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ આપી છે.

પાટણમાં વકરેલી કોરોના મહામારી લઈને કોંગ્રેસના ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર

આ પણ વાંચો :ધારપુર સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરો કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે બન્યા આશીર્વાદરૂપ

રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં નથી

છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની સાથે ઓક્સિજનની પણ ભારે અછત સર્જાઈ છે. જેના લીધે કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલત દયનીય બની છે. હાલ જિલ્લામાં હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઓક્સિજન આપવામાં આવે છે, જ્યારે ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન મળતો નથી. જેના કારણે આવા દર્દીઓનાં સગાઓ ઓક્સિજન મેળવવા ભારે રઝળપાટ કરી રહ્યા છે. જો ઘરે ઓક્સિજનનો પુરવઠો આપી શકાય તેમ ન હોય તો સરકારે તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જિલ્લામાં હાલમાં રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં નથી. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરિયાતના સમયે ઇન્જેક્શનો પણ મળતા નથી, જેને લઇ દર્દીઓના મોત થઈ રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર

આ પણ વાંચો :ભાજપના પ્રદેશ મંત્રીએ મુખ્‍યપ્રધાનને પત્ર લખી 2 હજાર રેમડેસીવર ઇન્‍જેકશન માંગણી કરી

તૈયાર 200 બેડ ઓક્સિજનના અભાવે બેડ શરૂ ન થતાં આ બાબતને ધારાસભ્યએ ગંભીર ગણાવી

પાટણ નજીક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે 200 જેટલા બેડ તૈયાર હોવા છતાં ઓક્સિજનના અભાવે શરૂ કરી શકાયા નથી. જેને ગંભીર બાબત ગણાવી તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરી દર્દીઓ માટે આ બેડ ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. જો આ માગણીઓ પ્રત્યે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લોકહિત માટે નાછૂટકે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી ધારાસભ્યએ ઉચ્ચારી છે.

Last Updated : Apr 27, 2021, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details