ગુજરાત

gujarat

પાટણમાં ભાજપના આગેવાનોએ CAA મુદ્દે જનસંપર્ક અભિયાન હાથ ધર્યું

By

Published : Jan 5, 2020, 1:29 PM IST

પાટણ: ભાજપ દ્વારા CAAના સમર્થનમાં જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનોએ શહેરના મુખ્ય બજારો સાથે અગ્રણી નાગરિકોને મળી આ કાયદાનું માર્ગદર્શન આપી સમર્થન મેળવ્યું હતું.

patan
પાટણ

ભારત સરકાર દ્વારા તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો બનાવ્યો છે. આ કાયદાને લઈ સમગ્ર દેશમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ કાયદાને સમર્થન પણ આપવામા આવી રહ્યું છે. ત્યારે આ કાયદાની સાચી જાણકારી અને માર્ગદર્શન આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

પાટણમાં ભાજપના આગેવાનોએ CAA મુદ્દે જનસંપર્ક અભિયાન હાથ ધર્યું

જેમાં પાટણમાં પણ ભાજપના આગેવાનો કાર્યકરોએ શહેરના મુખ્ય બજારોમાં વેપારીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણી નાગરિકોને મળી તેમની સાથે ચર્ચાઓ કરી હતી. તે ઉપરાંત આ કાયદાનું માર્ગદર્શન આપી લોકોનું સમર્થન મેળવ્યું હતું. ભાજપે યોજેલા આ જન સંપર્ક અભિયાનમાં ભાજપને ઠેર-ઠેર સમર્થન મળ્યું હતું.

પાટણ

ABOUT THE AUTHOR

...view details