ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ - પાટણ સમાચાર

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક સ્વર્ણિમ હોલ ખાતે મળી હતી. જેમાં એજન્ડા પરના 18 કામો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. સૌથી વધુ શિક્ષણ ખાતામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ બેઠકમાં વર્ષ 2020-21નું પૂરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

પાટણ
પાટણ

By

Published : Feb 17, 2020, 6:59 PM IST

પાટણઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજની બેઠકમાં વર્ષ 2020- 21 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ. શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે રૂપિયા 210 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજુર કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેમાં પશુપાલન માટે 5 લાખ, ખેતીવાડી માટે 5 લાખ, શિક્ષણ માટે 21 લાખ અને સ્વંભાંડોળ માટે 4.32 લાખ ફાળવવામાં આવ્યા છે.

પાટણ જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ
સામાન્ય સભાની બેઠકમાં શિક્ષકો પાસેથી ઉધરાણુ કરીને શિક્ષણ વિભાગની ઓફીસ સેન્ટ્રલ એસી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ ઉપરાંત પાટણ જિલ્લાના રણકાંધીએ આવેલા સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના પરિપત્રનો અમલ થયો હોવા છતાં તલાટીઓની જગ્યાઓ ભરવામાં આવી નથી. જેથી આ વિસ્તાર વધુને વધુ પછાત બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details