ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના બાલીસણા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો - The body of a middle-aged man was found at Balisana

પાટણ તાલુકાના બાલીસણા ગામની સીમમાં ઝાડીમાંથી આધેડની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહની ઓળખવિધિ કરતા તે ઊંઝામાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પાટણ
પાટણ

By

Published : Nov 13, 2020, 11:05 PM IST

  • બાલીસણા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો
  • અજાણ્યા હત્યારાઓ હત્યા કરી થયા ફરાર
  • ઘટનાસ્થળેથી બાઈક, માસ્ક અને ચપ્પું મળી આવ્યું
  • મૃતક ઊંઝાનો હોવાનું જાણવા મળ્યું

પાટણઃ જિલ્લાના બાલીસણા ખાતે ઊંઝા હાઇવે પર ટીન્ડેસ્વર મહાદેવ મંદિરની પાસે તળાવ અને ઝાડી-ઝાંખરા આવેલા છે, ત્યા આ માર્ગ પરથી પસાર થતા રાહદારીએ યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ જોતા ગામમાં આવી પોલીસને જાણ કરી હતી. જેથી ડીવાયએસપી સહિત બાલીસણા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનું નિરીક્ષણ કરતા આધેડ વયના આ શખ્સના ગળાના ભાગે ચપ્પુના ઘા મારેલા હતા અને બાજુમાં માસ્ક અને ટોપી મળી આવી હતી.

પાટણના બાલીસણા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

ચપ્પુના ઘા મારી હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું પોલીસનું અનુમાન

પોલીસે આ આધેડની ઓળખ વિધિ કરતા મૃતક દરબાર વિષ્ણુજી ગુલાબજી હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રિના સમયે અજાણ્યા હત્યારાઓએ કોઈ કારણોસર તેને ગળાના ભાગે ચપ્પુંના ઘા મારી હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું પોલીસનું અનુમાન છે.

આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

બાલીસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details