ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો - Fire Department

પાટણમાં Suicide Point તરીકે જાણીતા બનેલા Sidhdhi Sarovarમાંથી શનિવારે સિદ્ધપુરના યુવક-યુવતીના મૃતદેહો પાણીમાં તરતા મળી આવ્યા હતા. જેને નગરપાલિકાના Fire brigadeના જવાનોએ બહાર કાઢીPatan Civil Hospitalમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો
પાટણના Sidhdhi Sarovarમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Jun 20, 2021, 7:58 AM IST

  • પાટણમાં યુવક-યુવતીએ કરી આત્મહત્યા
  • સિદ્ધિ સરોવરમાં યુવક-યુવતીએ લગાવી મોતની છલાંગ
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટણ Patan Civil Hospitalમાં ખસેડાયા

પાટણ :જિલ્લાના Sidhdhi Sarovarમાં શનિવારે બપોરના સમયે પાણીમાં બે મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. જેની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાટણ નગરપાલિકાના Fire Department તેમજ પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી. જેને લઇ નગરપાલિકાના Fire brigadeના જવાનો તાત્કાલિક સિદ્ધિ સરોવર ખાતે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : 'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે Patan Civil Hospitalમાં ખસેડવામાં આવ્યા

બંન્નેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે આવી મૃતકોની ઓળખ વિધિ કરતા બન્ને યુવક-યુવતી સિધ્ધપુર નવાવાસના હોવાનું જણાતા પોલીસે તેમના વાલીવારસોને આ અંગેની જાણ કરી હતી.આ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટણ Patan Civil Hospitalમાં ખસેડવામાં આવ્યા હતા.
યુવક-યુવતીના મોતનું રહસ્ય એકબંધ રહ્યું

યુવક-યુવતીના મોતની જાણ થતા પરિવારજનો પાટણ દોડી આવ્યા હતા. Patan Civil Hospital ખાતે કરૂણ કલ્પાંત કરી મૂક્યો હતો. તો યુવક-યુવતીના મોતનું રહસ્ય એકબંધ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details