ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુર હાઇવે પરથી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ અને અફીણ સાથે ચાર ઇસમોની ધરપકડ કરી - FSL team

પાટણના સિધ્ધપુર ખળી ચાર રસ્તા પર હોટલ પાસેથી અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારના ગુપ્ત ખાનામાં ડ્રગ્સ અને અફીણ લઇ જનારા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. રાજસ્થાનના સાંચોરથી આ ડ્રગ્સનો જથ્થો લઇ આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

drugs and opium from Siddhpur Highway
સિદ્ધપુર હાઇવે પરથી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ અને અફીણ સાથે ચાર ઇસમોની ધરપકડ કરી

By

Published : Aug 14, 2020, 4:29 PM IST

પાટણઃ સિધ્ધપુર ખળી ચાર રસ્તા પર હોટલ પાસેથી અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારના ગુપ્ત ખાનામાં ડ્રગ્સ અને અફીણ લઇ જનારા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે, રાજસ્થાનના સાંચોરથી બે ગાડીઓમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ અને અફીણનો જથ્થો લઈને ચાર ઈસમો માલની ડિલિવરી કરવા સિદ્ધપુર હાઇવે પરથી નીકળ્યા છે, ત્યારે અમદાવાદ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિદ્ધપુર હાઈવે ઉપર ખળી ચાર રસ્તા પાસે આવેલી હોટલ પાસે વોચ ગોઠવી હતી.

સિદ્ધપુર હાઇવે પરથી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ અને અફીણ સાથે ચાર ઇસમોની ધરપકડ કરી

ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિના સમયે ગાડી આવતાની સાથે જ ચાર ઈસમોને દબોચી લીધા હતા. ગાડીની તપાસ કરતા બે થેલામાંથી એમડી ડ્રગ્સ 245.320 ગ્રામ કિંમત રૂપિયા 24,53,200 તથા અફીણ 488.410 ગ્રામ કિંમત રૂપિયા 48,841 મળી કુલ રૂપિયા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી હતી.

સિદ્ધપુર હાઇવે પરથી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ અને અફીણ સાથે ચાર ઇસમોની ધરપકડ કરી

મોડી રાત્રે એફએસએલની ટીમો પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ATSની ટીમે ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા ઇમરાન શેખ, જગદીશ દયારામ માલી, ખેમારામ પુરોહિત, અને સુરેશભાત ઠક્કરની અટકાયત કરી ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે મામલે વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details