ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને લઈ પાટણ મદદનીશ કલેક્ટરે હોટલ માલિકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા - મદદનીશ કલેક્ટરે હોટલ માલિકો સાથે બેઠક

પાટણમાં વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખી મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હોટલ માલિકો સાથે બેઠક યોજી પુરતી તકેદારી રાખવા જરૂરી સૂચનો આપ્યા હતા.

બેઠક
બેઠક

By

Published : Aug 6, 2020, 7:45 PM IST

પાટણ: પાટણમાં વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખી મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હોટલ માલિકો સાથે બેઠક યોજી પુરતી તકેદારી રાખવા જરૂરી સૂચનો આપ્યા હતા.

પાટણ શહેરમાં સંક્રમણનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી સૂચનાઓ આપવા મદદનીશ કલેક્ટર દ્વારા પાટણના હોટલ માલિકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વાઇરસ સંક્રમણના પ્રમાણને નિયંત્રિત કરવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર અનુસરવા સૂચના આપવામાં આવી હતી.

મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, હોટલમાં એક કરતાં વધારે વ્યક્તિઓ એકઠા થતા હોય છે ત્યારે પ્રવેશ સમયે થર્મલ ગન દ્વારા તેમનું ચેકીંગ થાય તથા સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. સાથે સાથે હોટલની અંદર તથા સંકુલને સેનેટાઈઝ કરવા જરૂરી છે. હોટલ સ્ટાફ દ્વારા ફેસ માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

ઉપરાંત હોટલમાં સેનેટાઈઝર તથા હાથ ધોવાની વ્યવસ્થા, શક્ય હોય ત્યાં સુધી હોટલમાં પ્રવેશનાર વ્યક્તિઓના નામ-સરનામાનું રજિસ્ટર રાખવા, પાર્કિંગ સહીતના હોટલ સંકુલમાં સામાજિક અંતર જાળવવા તથા એસિમ્ટોમેટિક હોય તેવા જ મહેમાનો તથા હોટલના કર્મચારીઓને પ્રવેશ આપવા હોટલ માલિકોને સૂચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details