ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ માટે તંત્ર દ્વારા વિશેષ ઝૂંબેશ - શહેરની જટિલ બનેલી ટ્રાફિક

પાટણઃ  શહેરની જટીલ બનેલી ટ્રાફિક, રખડતા ઢોર, આડેધડ રીતે થતા વહન પાર્કિંગ, તેમજ લારી ગલ્લાના દબાણોના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પોલીસ, વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી. જેમા આગામી 1લી જાન્યુઆરીથી સમગ્ર શહેરમાં કડક ઝૂંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.

ETV BHARAT
શહેરની સમસ્યાઓ દૂર કરવા વહીવટી તંત્ર ઝુંબેશ હાથ ધરશે

By

Published : Dec 23, 2019, 11:21 PM IST

પાટણ નગરને સ્પર્શતા મહત્વના પ્રશ્નોના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારી સ્વપનીલ ખરેએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમા જણાવ્યું હતુ કે, શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા રૂપ છે.

શહેરની સમસ્યાઓ દૂર કરવા વહીવટી તંત્ર ઝુંબેશ હાથ ધરશે

પશુઓને ડબ્બે કરવાની ઝૂંબેશ આગામી 1 લી જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે, આ ઉપરાંત મુખ્ય માર્ગો પર વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરે છે. જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે આ સમસ્યાને નિવારવામાં વાહનચાલકો વહીવટી તંત્રને સહયોગ આપી પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે તેવી નગરજનોને અપીલ કરી હતી.

વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરશે, તો તેવા વાહનો ડીટેન કરવામાં આવશે,લારી ગલ્લાના દબાણોને પણ દૂર કરાશે શહેરમા સ્વચ્છતા જળવાય તે માટે નગરજનો પોતાના ઘર, ઓફીસ, દુકાન, વેપાર ધંધાની જગ્યા એ કે, જાહેર સ્થળો પર કચરો નાખશે, તો ડંડકિય કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details