ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની હૉસ્પીટલમાં સારવાર અર્થે લાવેલો આરોપી પોલીસની નાક નીચેથી ફરાર - Patan Police

પાટણઃ શહેરમાં આવેલ ધારપુર મેડિકલ હૉસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ દુષ્કર્મનો આરોપી પોલીસની નાક નીચેથી ફરાર થઈ જતા દોડધામ મચી ગઈ છે. આ બાબતની જાણ પોલીસને થતાં આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી ફરાર

By

Published : Jun 4, 2019, 10:54 PM IST

માહિતી પ્રમાણે, ધારપુર મૅડિકલ હૉસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ દુષ્કર્મના ગુનામાં સજા ભોગવી રહેલ આરોપી વિષ્ણુ ઠાકોર નામનો કેદી મોડી રાત્રે પોલીસને હાથતાળી આપી સારવાર લઈ રહેલ રૂમની બારીમાંથી કુદી ફરાર થઇ ગયો હતો. આ બાબતની જાણ પોલીસને થતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, હજુ સુધી પોલીસના હાથે આરોપી લાગ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, ધારપુર મેડીકલ હોસ્પિટલ માં કેદીઓને સારવાર માટે લવાતા હોય છે. આ પહેલા પણ આ હૉસ્પીટલમાંથી કેદીઓ ફરાર થઇ ચુક્યા છે ત્યારે વધુ એક કેદી ફરાર થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details