- પાટણમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
- રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહીરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન
- દેશ માટે બલીદાન આપનાર વીર જવાનો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરાયા
- રાજ્યકક્ષાના પ્રધાનને પોલીસ પરેડનું નિરીક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું
- પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અશ્વ દળના જવાનોએ સહજભર્યા કરતબો કર્યા
- રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેલાડીઓને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરાયા
પાટણઃ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. અહીં ઉપસ્થિત રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહીરે શણગારેલી ગાડીમાં બેસી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યા હતા
કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યા હતા. પોલીસ બેન્ડની શૂરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન્સે માર્ચ પાસ્ટ પણ કરી હતી. આ ઉપરાંત અશ્વ દળના જવાનોએ સાહસભર્યા કરતબો સાથે પ્રેક્ષકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગ, મધ્યાન ભોજન યોજના, નગરપાલિકા, વન વિભાગ તથા પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.