ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કેમ પાટણને ગણેશ મહોત્સવનો જન્મદાતા માનવામાં આવે છે? - The 144th Ganesh Mahotsav, the oldest in Asia

સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થયો છે.  દેશભરમાં ઉજવાતા આ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં નહી પણ ગુજરાતના પાટણમાં થઈ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં આ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. વર્ષોની પરંપરાને આજે પણ માહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબંધ રાખવામાં આવી છે. પાટણમાં એશિયાના સૌથી પ્રાચીન 144માં ગણેશ મહોત્સવનો  પ્રારંભ થયો છે.

ગણેશ મહોત્સવ
ગણેશ મહોત્સવ

By

Published : Sep 10, 2021, 5:02 PM IST

  • પાટણમાં ઇસ 1878માં ગણેશ મહોત્સવનો સૌપ્રથમ થયો હતો પ્રારંભ
  • 500 મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણેશ ઉત્સવ શરૂ કરાયો હતો
  • લોકમાન્ય તિલકે 1893માં પુનામાં ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી

પાટણ- ગણેશ ઉત્સવ એ મહારાષ્ટ્રનો તહેવાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્સવનું મહત્વ દેશભરમાં જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. ગુજરાતની નવરાત્રી દેશ અને દુનિયામાં લોકપ્રિય બની છે તેમ ગણેશ ઉત્સવ પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

ગણેશ મહોત્સવ

વર્ષો પહેલા 500 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો પાટણમાં આવ્યા

ગુજરાતના લોકોને જાણીને નવાઈ લાગશે કે, ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રમાં નહિ પણ ગુજરાતની ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં આ ઉત્સવની સૌ પ્રથમ શરૂઆત થઈ હતી. વર્ષો પહેલા 500 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો પાટણમાં આવ્યા હતા. ઇ.સ.1878 માં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તીલકે સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે 1892માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. જે આઝાદીની ચળવળ માટે આ ઉત્સવનુ ખુબજ યોગદાન રહ્યું હતું. સમગ્ર ભારતમાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી. સમગ્ર દેશમાં અનંત ચૌદશે શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે પાટણમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ આનંદ ચૌદશે બ્રહ્મ મુહૂર્તમાં મૂર્તિનું ઉત્થાપન થાય છે અને પૂનમના દિવસે વિધિવત રીતે વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ મહોત્સવ

ગજાનન વાડી ખાતે 144માં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે

પાટણમાં ગજાનન વાડી ખાતે 144માં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ભદ્ર વિસ્તારમાંથી મહારાષ્ટ્રીયન પરીવારના નિવાસસ્થાનેથી શ્રીજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી વિવિધ માર્ગો પર ફરી ગજાનન વાડી ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ગજાનંદ મંડળીના અધ્યક્ષ સુરેશ દેશમુખે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉજવાતા આ મહોત્સવનુ વિશેષ મહત્વ એ છે કે, વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. જે એક જ કદ અને આકારની મૂર્તિ બનાવવામાં આવે છે, ને મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલી મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે. મૂર્તિમાં કોઈપણ જાતના ઓઇલપેઇન્ટ કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. મૂર્તિમાં નેચરલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ગણેશ મહોત્સવ

મહારાષ્ટ્રીયન પરિવારો આનંદ અને ગર્વ અનુભવી રહ્યા છે

પાટણમાંથી શરૂ થયેલા આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર-ઘેર ઉજવાઈ રહ્યો છે. જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખુબજ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ગજાનન વાડી ખાતે વિધિપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી જે કોરોના મહામારી ફેલાઈ છે, તે દૂર થાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. આમ પાટણમાં શ્રી ગજાનંદ મંડળી દ્વારા ઐતિહાસિક 144માં ગણેશ ઉત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details