ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન - સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ

પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના અજુજા અને મુના ગામે તીડનું આક્રમણ થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લા વહિવટી તંત્ર અને ગ્રામજનોએ જાગૃતિ દાખવી રાત ઉજાગરો કરી તીડના ઝુંડને ઉડાવ્યા હતા. તીડએ 2થી 3 ખેતરના પાકને નુકસાન કર્યું હતું.

patan
પાટણ

By

Published : Dec 21, 2019, 9:05 AM IST

છેલ્લા ત્રણ ચાર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને લઈ જગતનો તાત ચિંતિત છે. પાટણના સરસ્વતી તાલુકાના મુના અને અજુજા ગામની સીમમાં તીડના ઝુંડ ઉતરી આવ્યાં હતા. તીડ અંગેની જાણ ખેતીવાડી અધિકારીને થતા તેઓ ટીમ સાથે ખેતરમાં પહોંચી ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. સવારે ખેડૂતોએ ઢોલ નગારા, થાળી, વેલણ વગાડી તીડના ઝુંડને ભગાડવામાં આવ્યા હતા. તીડના ઝુંડે બેથી ત્રણ ખેતરમાં રહેલા એરંડા, જીરા અને રાજગરાના પાકને નુકસાન પહોચાડ્યું હતું.

પાટણ: સરસ્વતી તાલુકામાં તીડનું આક્રમણ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન

ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ખેડૂતો પાસેથી નુકસાન અંગેની માહિતી મેળવી હતી. ખેડૂતોને નુકસાનનું વળતર મળી રહે, તે માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુને પણ આ મામલે રજૂઆત કરશે.

તીડની સમસ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તીડને ભગાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અજુજા અને મુના ગામમાં ખેડૂતોએ સમય સૂચકતા વાપરી તીડના ઝુંડને ભગાડ્યુ હતું. જેને લઇ મોટી નુકસાની ટળી છે.

ABOUT THE AUTHOR

...view details