તૌકતે વાવાઝોડાની અસર - પાટણ જિલ્લામાં 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા - તૌકતે સાઈક્લોન લાઈવ
તૌકતે સાયક્લોન પાટણ જિલ્લામાંથી પસાર થવાનું છે ત્યારે આપત્તિના સમયમાં મદદ મેળવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૧૦ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જિલ્લાના નાગરિકોને વાવાઝોડા દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.
તૌકતે વાવાઝોડાની અસર
By
Published : May 17, 2021, 9:23 PM IST
તૌકતે સાયક્લોન પાટણ જિલ્લામાંથી પસાર થશે
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાયા
100 KMPHની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા
પાટણ : 18 મેના રોજ તૌકતે વાવાઝોડું પાટણ જિલ્લામાંથી પસાર થવાની શક્યતા છે. તૌકતે વાવાઝોડાના કારણે પાટણ જિલ્લામાં અને ખાસ કરીને સાંતલપુર, રાધનપુર, સમી અને શંખેશ્વર જેવા પશ્ચિમી તાલુકાઓમાં 100 KMPHની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના સેવાઇ રહી છે.
કોઈ અનિચ્છનિય ઘટના બને તો તરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ
આ વાવાઝોડાના કારણે જાનમાલનું નુકસાન અટકાવવા માટે પાટણ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિ દરમિયાન લોકો ઘરમાં જ રહે તે સલાહભર્યું છે. કાચા મકાનોમાં રહેતા લોકોને પાટણ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રયસ્થાનોમાં જ રહે. જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો તરત કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.
પાટણ જિલ્લામાં 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા