ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ - ભેળસેળયુક્ત ઘી

પાટણશહેરની પ્રખ્યાત ઘી બજારમાં ભેળસેળયુકત ઘીને શુદ્ધ ઘીના નામે વેચવાનો કાળો કારોબાર ધીકતો બન્યો છે . જેને લઇ પાટણ ફૂડ વિભાગની ટીમે ઘી બજારના એક વેપારીને ત્યાં દરોડા પાડી દુકાન અને ગોડાઉનમાંથી કુલ 3.16 લાખની કિંમતનો 791 કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતા ઘી બજારમાં ખળભળાટ મચ્યો હતો.

પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ
પાટણ ઘી બજારની એક પેઢીમાંથી રૂ.3.16 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

By

Published : Sep 8, 2021, 1:51 PM IST

● પાટણ ફૂડ વિભાગે ઘી બજારના એક વેપારીને ત્યાં કરી રેડ
● દુકાને ગોડાઉનમાંથી 791 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો
● શંકાસ્પદ ઘીના નમૂના લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયાં

પાટણનું ઘી બજાર એક સમયે શુદ્ધ ઘીના વેપાર માટે સમગ્ર રાજ્ય સહિત દેશમાં પ્રસિદ્ધ હતું અને અહીંથી દૂર દૂર સુધી તેનું વેચાણ થતું હતું. પરંતુ સમયની સાથે કેટલાક વેપારીઓએ ઝડપથી માલેતુજાર બનવાની લ્હાયમાં પાટણના આ ઘી બજારને બટ્ટો લગાવી ભેળસેળયુકત ઘીને શુદ્ધ ઘીના નામે વેચવાનો કાળો કારોબાર શરુ કરતાં અગાઉ પણ અનેક વખત ફૂડ વિભાગની રેઇડમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા પાટણથી બજારની લોકપ્રિયતા ઘટી છે.

બાતમીના આધારે દરોડો

મંગળવારે પાટણ ફુડ એન્ડ ડ્રગ વિભાગને બાતમી મળી હતી કે ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં દુકાન ધરાવતા નરેન્દ્ર એચ. મોદી મોટાપાયે ભેળસેળયુકત ઘીનું વેચાણ કરે છે જે બાતમી આધારે ફૂડ વિભાગના અધિકારી વિજય ચૌધરીએ ટીમ સાથે ઓચિંતી રેડ કરી હતી. વેપારીની દુકાન અને છીંડીયા દરવાજા નજીક આવેલ બાલાપીરની શેરી ખાતેના ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ગોડાઉન અને દુકાનમાંથી રૂા .2,87,200 ની કિંમતના 15 કિલોના 48 ડબા તથા 29200ની કિંમતનો ગોપાલ દેશી ઘીનો 73 કિલો મળી કુલ 3,16,900ની કિંમતનો 791 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને તેના સેમ્પલ લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

રેડને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ

પાટણ ઘી બજારમાં પડેલી આ રેઇડને પગલે ઘી બજારના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુકત ઘી વેચતાં કેટલાક વેપારીઓ દુકાનને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લાના કણી ગામના ગોડાઉનમાંથી ઝડપાયો નેધરલેન્ડથી પરત આવેલા બિન ઉપયોગી ધાણા બીજનો જથ્થો

આ પણ વાંચોઃ ગણેશ ઉત્સવને લઇ કારીગરો બન્યા મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત

ABOUT THE AUTHOR

...view details