ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા

પાટણ જિલ્લાના ચાણસ્મા હારિજ હાઇવે ઉપર આવેલ નર્મદા કેનાલના કિનારે ઊભી રહી પ્રેમમાં નાસીપાસ બનેલ એક પરિણીત યુવતીએ પ્રેમી યુવાનની બેવફાઈ સામે આક્ષેપો કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો વિવિધ ગૃપોમાં વાયરલ થતાં તેના પરિવારજનો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓને કેનાલના પાણીમાં ઉતારી યુવતીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી યુવતીની કોઇ ભાળ નહીં મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા
ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા

By

Published : May 22, 2021, 9:11 AM IST

  • નર્મદા કેનાલ પર યુવતીએ વીડિયો વાયરલ કરતા ચકચાર
  • પોલીસ અને પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યા
  • તરવૈયાઓએ સવારથી સાંજ સુધી શોધખોળ કરી પણ ભાળ ન મળી

પાટણ: ચાણસ્મા તાલુકાના ખિમીયાણા ગામની એક પરણીત યુવતી બનાસકાંઠાના તેરવાડા ગામના વિષ્ણુ નામના યુવક સાથે પ્રેમના તાંતણે બંધાઈ હતી, પરંતુ વાયરલ વીડિયોમાં યુવતીએ પ્રેમી યુવક સામે બેવફાઈ કર્યા હોવાના આક્ષેપો કર્યા છે અને પ્રેમી પોતાને છોડીને અન્ય યુવતીને પ્રેમ કરે છે. મારી સાથે સંબંધો રાખી દગો કર્યો છે અને સાસરીમાં બદનામ કરી છે. મારે હવે મરવા સિવાય કોઈ આરો રહ્યો નથી. હવે હું રહેવાની નથી તેને જે સજા કરવી હોય તે કરજો એમ કહી નર્મદાની કેનાલના કિનારે ઉભી રહી યુવતીએ આ વીડિયો બનાવી વાયરલ કરતા તેના પરિવારજનો તેણીએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:વલસાડમાં આધેડ વયના શખ્સનો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા

સ્થાનિક તરવૈયાઓને કેનાલના પાણીમાં ઉતારી યુવતીની શોધખોળ હાથ ધરી

વીડિયો વાયરલ થયા બાદ યુવતીએ આત્મહત્યા કરી હોવાની આશંકાને પગલે તેના પરિવારજનો તેમજ ચાણસ્મા PSI સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓને કેનાલના પાણીમાં ઉતારી યુવતીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સવારથી સાંજ સુધી તેનો કોઈ પત્તો નહીં મળતાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.

ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા

આ પણ વાંચો:BJP સાંસદ રામ સ્વરૂપનું શંકાસ્પદ મોત, આત્મહત્યાની આશંકા

પોલીસે ડિઝાસ્ટર અને મામલતદારને કરાઈ જાણ

આ બાબતે ETV bharatએ ચાણસ્મા PSI સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કેનાલના પાણીમાં યુવતીની શોધખોળ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. આથી મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી છે અને આ અંગે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details