પાટણમાં જમીન માપણી કચેરીના સર્વેયર 7000 ની લાંચ લેતા ઝડપાયો પાટણ: શહેરમાં ફરીયાદીએ પોતાની જમીન માપણી કરાવી માપણી સીટ મેળવવા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી પાટણ ખાતે ઓનલાઇન અરજી કરી હતી. જે અનુસંધાને કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ વીરસીંગભાઇ પટેલ જમીનની માપણી કરી આપવા માટે રૂપિયા 7000 લાંચની માંગણી કરી હતી.
"જિલ્લા જમીન નિરીક્ષક કચેરીના સિનિયર રે અરજદાર પાસે જમીન માપણી કરાવવા પેટે લાંચની રકમ માંગી હતી. જે રકમ અરજદાર આપવા તૈયાર ન હોય તેઓએ પાટણની એસીબી કચેરીનો સંપર્ક કરતા અમોએ એસીબી બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામકના સુપરવિઝન હેઠળ છટકુ ગોઠવી સર્વેયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે."-- પીઆઇ એમ.જે. ચૌધરી (પાટણ એસીબી)
અરજદારે એસીબીનો કર્યો સંપર્ક:પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હતા. જેના કારણે તેમણે પટસન એસીબીનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન એસીબી બોર્ડર એકમ મુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝન હેઠળ એસીબી પાટણના પી.આઇ.એમ.જે.ચૌધરી અને ટીમે છટકાનું આયોજન કર્યું હતું. જે મુજબ સર્વેયર અને ફરીયાદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી. છટકા મુજબ ફરીયાદી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી જિલ્લા મોજણી સેવા સદનમાં ગયો હતો.
સરકારી અધિકારીઓ કર્મચારીઓ લાંચ લેતા:સિનિયર સર્વેયર જયંતીભાઇ વીરસીંગભાઇ પટેલને લાંચની રૂપિયા 7 હજારની રકમ આપી હતી. તે સમયે જ એસીબીની ટીમ ત્રાટકી લાંચની રકમ સ્વીકારતા સર્વેયરને રંગે હાથ ઝડપી લઇ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યુ હોય તેમ અવારનવાર સરકારી અધિકારીઓ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે.
- Patan Crime : કુણઘેરના ગોડાઉનમાં એરંડાની ચોરી કેસના આરોપી પકડાયા, 42 લાખના એરંડા ચોરનાર ચારને પાટણ એસઓજીએ ઝડપ્યાં
- Newborn baby found in Patan : પાટણમાં જનેતા બની કઠોર કાળજાની, નવજાત બાળકને મુક્યું રસ્તે રઝળતું