- પાટણ સિવિલ હોસ્પિટલમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું (PSA Oxygen Plant) કરાયું લોકાર્પણ
- રાજ્યના પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે (Supply Minister Gajendrasinh Parmar) ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
- 1,000 લિટરની ક્ષમતા ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટને 86 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો
- અત્યારે જિલ્લામાં 17 PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે
પાટણઃ જિલ્લાની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટનું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પૂરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારે (Supply Minister Gajendrasinh Parmar) વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટને 86 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. જ્યારે તેની ક્ષમતા 1,000 લિટરની છે.
આ પણ વાંચો-મોરબી સિવિલ હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું
પ્લાન્ટથી 50 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકાશે
પાટણમાં PM કેર્સ ફંડમાંથી તૈયાર થયેલો આ પ્લાન્ટની ક્ષમતા 1.87 ટનની છે. આ પ્લાન્ટ પ્રતિમિનિટ 1,000 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. સાથે જ આ પ્લાન્ટથી 50 જેટલા દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકાશે. પાટણ જિલ્લામાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં 17 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. તેમ જ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Possible third wave of the corona) પગલે જિલ્લાની તમામ સરકારી હોસ્પિલો ખાતે 1,500 કરતા વધુ ઓક્સિજન બેડ અને 151 આઈ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચો-PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ, ઉત્તરાખંડના CMની પીઠ થપથપાવી
કોરોના મહામારીમાં સારી કામગીરી કરનારા સરપંચોનું સન્માન કરાયું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમ જ પાટણના જિલ્લા વહીવટી તંત્ર APMC હોલમાં રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને PM CARES PSA OXYGEN PLANTSનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેવભૂમિ ઉત્તરાખંડ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સાથે જ કોરોના કાળમાં સારી કામગીરી કરનારા સરપંચોનું પૂરવઠા પ્રધાને સન્માન કર્યું હતું.