ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ જળ દિવસે વિદ્યાર્થીઓએ સમજાવ્યું પાણીનું મહત્વ - rally

પાટણ: આજે 22 માર્ચે સમગ્ર દુનિયા વિશ્વ જળ દિવસ તરીકે ઉજવી રહી છે. પાણી બચાવવા અનેકવિધ પ્રયાસો અંગે કાર્યક્રમોના આયોજન પણ થયા છે. પાટણમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આદર્શ પ્રાથમિક શાળા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 22, 2019, 5:31 PM IST

જેમાં ધોરણ એક થી ધોરણ આઠના બાળકો જળ બચાઓ ,જળ એ જ જીવન સહિતના લખાણવાળા બેનરો સાથે રેલી યોજી શહેરના જાહેર માર્ગો પર નીકળ્યા હતા. પાણી બચાવવા લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સૂત્રોચ્ચાર કરી લોકોને જાગૃત કર્યા હતા. આ રેલીમાં આઠસો જેટલા બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

વિશ્વ જળ દિવસે વિદ્યાર્થીઓએ સમજાવ્યું પાણીનું મહત્વ

ABOUT THE AUTHOR

...view details