ગુજરાત

gujarat

ETV Bharat / state

500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરીનું કારણ બતાવી કર્યા નાપાસ - MA Sem 1 Exam Controversy

પાટણ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર (Patan University Controversy) કરવામાં આવેલા MA સેમ.1ની પરીક્ષાના પરિણામોમાં 500થી વધુ વિદ્યાર્થીઓને ગેરહાજર હોવાની વાતો સામે આવી છે. આ વિદ્યાર્થીઓને ગેરહાજરીનું કારણ (MA Sem 1 Exam in Patan) બતાવી નાપાસ કરવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓએ લાલ આંખ કરી છે.

500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરીનું કારણ બતાવી કર્યા નાપાસ
500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરીનું કારણ બતાવી કર્યા નાપાસ

By

Published : Jul 19, 2022, 12:07 PM IST

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે. અવાર નવાર બાંધકામમાં ભ્રષ્ટાચાર, ગુણ સુધારણા કૌભાંડ તેમજ અનેકવાર પરિણામોમાં પણ છબરડા સામે આવતા હોય છે . જેને લઈ યુનિવર્સિટી સતત (Patan University Controversy) ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (MA Sem 1 Exam in Patan) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી MA સેમ 1ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છતાં ગેરહાજરનું કારણ આગળ ધરી નાપાસ કરવામાં આવ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :Gujarat Gaurav Divas 2022: પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ધમધમાટ, પાટણ યુનિવર્સિટીમાં કરવામાં આવી આ ખાસ તૈયારીઓ

ગેરહાજરનું કારણ દર્શાવી નાપાસ કર્યા - યુનિવર્સિટીની વિદ્યાર્થીનીને કિંજલ પટેલ જણાવ્યું હતું કે, પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરનું કારણ દર્શાવી નાપાસ (Patan University MA Sem 1 Exam) કરવામાં આવ્યા છે. વર્ગખંડમાં સુપરવાઇઝર દ્વારા અમોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. માટે અમારા પરિણામો સુધારી આપવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ યુનિવર્સિટીના સત્તાધીશોની અણ આવડતને કારણે અનુસ્નાતક કક્ષાના પરિણામોમાં છબરડો બહાર આવતા વિદ્યાર્થીઓના (MA Sem 1 Exam Controversy) ભાવિ જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે.

આ પણ વાંચો :પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં 55 પરીક્ષાઓ OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે

"વિદ્યાર્થીઓની ભૂલને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ" -આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, કોરાના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેન પેપર, ઓનલાઈન અને OMRMCQ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. ગયા વીકમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એપ્સન્ટ દર્શાવવામાં (Students failed in MA Sem 1 exam) આવ્યા છે. જેનું મૂળ કારણ બેઠક નંબર ઘૂંટવામાં અને પેપર કોડ નંબર લખવામાં ભૂલ કરી છે. જે કુલપતિ અને રજીસ્ટાર સાથે ચર્ચા કરી આગળ ચર્ચા કરવામાં આવશે. એપ્સન્ટ આવેલ વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ ભૂલ નથી, પરંતુ OMRમાં બેઠક નંબરમાં ઘૂંટવાની અને બેઠક નંબર ઘૂંટવામાં આ ભૂલ થઈ છે. જેના કારણે એપ્સન્ટ પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીએ જે વિષયમાં ભૂલ કરી છે, એમાં એપ્સન્ટ દર્શાવવા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details