પાટણ -પાટણ શહેરમાં 48 સ્થળો પર નેત્રમ પ્રોજેક્ટ (Netram Project in Patan) અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ઈ મેમો (E Memo Fine )આપવામાં આવ્યા છે. જેમાં કેટલાંક વાહનચાલકોએ દંડની રકમ ભરપાઇ કરી છે. તો 35,435 વાહનચાલકોએ દંડની રકમ અવગણી ભરપાઈ કરી નથી. જેને લઇ પોલીસ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને આ વાહનચાલકો સામે હવે ફરિયાદ (Complaint against drivers who do not fill e memo in Patan ) નોંધવામાં આવશે.
પાટણવાસીઓએ મોટી સંખ્યામાં દંડની રકમ ભરવામાં ઉદાસીનતા દાખવી છે આ પણ વાંચોઃ વાહનચાલકો હવે ચેતી જજો : ઇ ચલણને અવગણશો તો લાયસન્સ રદ અને વાહન જપ્ત થશે
શહેરના 48 સ્થળે લગાવેલા 274 સીસીટીવી કેમેરાની આંખોએ 67872 ઈ-મેમો ફટકાર્યા- પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે શહેરમાં જુદાજુદા 48 સ્થળો પર 274 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેનું સીધું મોનીટરીંગ 24 કલાક 20 પોલીસ,6 એન્જિનિયરો અને 1 પીએસઆઇ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીસીટીવી કેમેરાને આધારે વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમનું (Adherence to traffic rules in Patan ) ઉલ્લંઘન કરવા બદલ ફેબ્રુઆરી 2020 થી અત્યાર સુધીમાં 67872 વાહનચાલકોને ઈ મેમો ઇસ્યુ (E Memo Fine )કરવામાં આવ્યા છે. જેમાં 32437 વાહનચાલકોએ દંડની રકમ રૂપિયા 92,25,200ની ભરપાઈ કરી છે.જ્યારે 35435 ઈ- મેમોના 1,23,96,600ની રકમ વસૂલ કરવાની બાકી છે.
35,435 વાહનચાલકોએ દંડની રકમ અવગણી ભરપાઈ કરી નથી આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમોના કલેક્શન માટે ડ્રાઈવ યોજાઇ
કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે- પોલીસ દ્વારા 35435 વાહનચાલકો પાસેથી દંડની રકમ વસુલ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં વાહન ચાલકોને પ્રથમ નોટીસ પાઠવ્યા બાદ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવશે.આગામી દિવસોમાં ઈ મેમોની (E Memo Fine )બાકી વસૂલાત માટે લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.