ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં આનંદ સરોવરના ઉદ્યાનમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરાઈ

વડાપ્રધાનના 70 માં જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની સાથે સાથે પાટણમાં સામાજિક સંગઠન દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા શહેરના આનંદ સરોવર ખાતે સ્વામી વિવેકાનંદ અને ભારતમાતાની મૂર્તિને સ્થાપિત કરવાનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ મહાપ્રધાન કે.સી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

patan
પાટણ

By

Published : Sep 18, 2020, 8:46 AM IST

પાટણ :ભારતના કાર્યશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે પક્ષના કાર્યકરો દ્વારા 70ના આંકને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના આનંદ સરોવર ખાતે રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી મૂર્તિને પ્રસ્થાપિત કરી હતી.

પાટણમાં આનંદ સરોવરના ઉદ્યાનમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરાઈ
પ્રદેશ ભાજપ મહાપ્રધાન કે.સી પટેલે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા રાષ્ટ્ર પ્રેમની ભાવનાને ઉજાગર કરવા માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમની સરાહના કરી હતી. તેમજ યુવાનોને સ્વામી વિવેકાનંદની વિચારધારાને પોતાની જીવનશૈલીમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details