ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાનો પ્રારંભ - janmabhoomi temple in patan

પાટણ ખાતે આવેલા સુભાષ ચોક સ્થિત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યાલય ખાતે નિધિ સમર્પણની શરૂઆત સંત નટવર દાસ મહારાજની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કરવામાં આવી હતી.

પાટણમાં રામ જન્મભૂમિ મંદિર
પાટણમાં રામ જન્મભૂમિ મંદિર

By

Published : Jan 17, 2021, 12:01 PM IST

  • રામ મંદિર નિર્માણ માટે કાર્યાલયમાં નિધિ એકત્ર કરવાની શરૂઆત
  • કાર્યાલય સમિતિના અધ્યક્ષે આપ્યું 51000 નું દાન
  • મંદિર નિર્માણમાં લોકોને ખુલ્લા હાથે દાન આપવાની કરાઇ અપીલ
  • પ્રથમ દિવસે એક કલાકમાં બે લાખથી વધુની નિધિ થઈએ એકત્ર
    કાર્યાલય સમિતિના અધ્યક્ષે આપ્યું 51000 નું દાન

પાટણ :અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં નિધિ એકત્રીકરણ કરવા માટે કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. 15 જાન્યુઆરી થી સમગ્ર દેશમાંથી નિધિ એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પાટણના સુભાષચોક વિસ્તારમાં આવેલ કાર્યાલય ખાતે આજે મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરવાના પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાનો પ્રારંભ

ધર્મપ્રેમી જનતાને ખુલ્લા મને દાન આપવાની અપીલ

આ તકે નટવરદાસ મહારાજે રામકાજમા સૌ ધર્મપ્રેમી જનતાને ખુલ્લા મને દાન આપવાની અપીલ કરી હતી. ધર્મકાર્ય આપણી સંસ્કૃતિમાં પરંપરાગત ચાલી આવી છે. જે કાર્ય આપણે નિસ્વાર્થ ભાવે કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, આ ભગીરથ કાર્ય અવિરત ચાલ્યુ આવ્યું છે.ત્યારે હવે મંદિરનું નિર્માણ શરૂ થયું છે. સનાતન હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર અર્થે સ્વામી વિવેકાનંદ નું યોગદાન પણ મહત્વ છે.

કાર્યાલય સમિતિના અધ્યક્ષે આપ્યું 51000 નું દાન

બે લાખથી વધુની રકમ એકત્ર થઇ

મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ 51,111નો ચેક અર્પણ કર્યો હતો.સમિતિના અધ્યક્ષ ડો. જે.એચ પંચોલીએ 51111નો ચેક અર્પણ કર્યા હતો.અભિયાનની શરૂઆતની પ્રથમ ઘડીમાં જ વિવિધ દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ શરૂ થયો હતો અને જોતજોતામાં બે લાખથી વધુની રકમ એકત્ર થઇ હતી.


ABOUT THE AUTHOR

...view details