પાટણ: જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ(New academic session starts from 13th June) થવા જઇ રહ્યો છે. આ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા (Department of Primary Education)શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો બીજી તરફ RTE અંતર્ગત 678 બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરાવામાં આવી છે.
આ પણ વાંચોઃક્યારે સુધરશે ? ફરી એકવાર વડોદરામાં બેફામ શિક્ષણ વહેંચાણ વિડીયો થયો વાયરલ
બે પ્રાથમિક શાળાઓ બંધ થતા 40 વિદ્યાર્થીઓ RTE અંતર્ગત પ્રવેશથી વંચિત -સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE)અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટેની યોજના કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં પાટણ જિલ્લાની 105 શાળાઓને 732 બેઠકો ફાળવવામાં આવી હતી. જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન 1997 ફોર્મ ભરાયા હતા.અને ત્યાર બાદ ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી 678 બાળકોને પ્રવેશ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં બે પ્રાથમિક શાળાઓ બંધ થતા 40 જેટલા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ નહીં મળે.
આ પણ વાંચોઃમોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ, કોરોનામાં 4 ટ્રિલિયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી: કનુ દેસાઈ
ધોરણ 2 થી 8માં 1,34096 વિદ્યાર્થીઓ -13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પાટણ જિલ્લાની 791 સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષે ધોરણ 2 થી 8માં 1,34,096 બાળકો નોંધાયા છે. જ્યારે ધોરણ 1 માં 13જૂનથી પ્રવેશ પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આમ પાટણ જિલ્લામાં બે વર્ષ બાદ નવું શૈક્ષણિક સત્ર ઓફલાઇન મોડમાં શરૂ થવા જઈ રહ્યું છે. જેથી શૈક્ષણિક સંકુલો બાળકોના કોલાહલથી ગુંજી ઉઠશે.