ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો અંતર્ગત પહેલી ઓક્ટોબરથી લાઈસન્સ સ્ટેમ્પ વેન્ડરનોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહી. તે અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇ સ્ટેમપીન્ગનો કોન્ટ્રાક્ટ લેનાર કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. જેમા સરકાર દ્વારા લાવવામાં આવેલ ઇ સ્ટેમ્પીન્ગ વિશે માહિતગાર કરાયા હતા. તેમજ હવેથી વેન્ડરની કામગીરી કરતા લોકોને સરકારના નિયમ મુજબ કોમ્પ્યુટર પર કામગીરી કરવા અંગેની સૂચના અપાઈ હતી. જો કે આ બાબતને લઈ પાટણમાં કામ કરતા સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ નોંધાવ્યો હતો.
પાટણમાં ઈ સ્ટેમ્પિંગ સંદર્ભે સ્ટેમ્પ વેન્ડરોનો વિરોધ - ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો
પાટણઃ સરકાર દ્રારા આગામી દિવસોમાં ઈ સ્ટેમ્પિંગ પદ્ધતિ અમલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે સંદર્ભે સ્ટેમ્પ વેન્ડરોમા ચિંતાના વાદળો છવાયા છે, ત્યારે પાટણ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરોએ સરકારની નીતિનો વિરોધ કરી દેખાવો કર્યા હતા.

સ્પોટ ફોટો
પાટણમાં સ્ટેમ્પ વેન્ડરોએ ઈ સ્ટેમ્પિંગનો કર્યો વિરોધ
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડરોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા. ઈન્ટરનેટ થકી કરવામાં આવતી પ્રક્રિયા સાથેજ ઓફિસ ખર્ચ અને કમિશનમાં નુકસાન થઈ શકવાની સંભાવનાને લઈ વિરોધ કર્યો હતો અને જરૂર પડે ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.