ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતનો સ્ટાફ દોષિત - પાટણ HNG યુનિવર્સીટી કુલપતિ કૌભાંડ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના(Patan HNG North Gujarat University) બહુચર્ચિત MBBSની પરીક્ષાના ગુણ સુધારણા કૌભાંડ મામલે નિમાયેલી તપાસ સમિતિએ શિક્ષણ વિભાગને(Department of Education) અહેવાલ સોંપણી કરી પુનઃ મૂલ્યાંકનમા ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સુધારી નપાસ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતનો સ્ટાફ દોષિત
પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતનો સ્ટાફ દોષિત

By

Published : Nov 17, 2021, 12:33 PM IST

  • HNG યુનિવર્સીટીમાં 2018માં પુનઃ મૂલ્યાંકનમાં ગેરરીતિ આચરવામાં આવી હતી
  • MBBSના નાપાસ વિધાર્થીઓને કરવામાં આવ્યા હતા પાસ
  • રાજ્યના શિક્ષણ વિભાગે આ મુદ્દે મુખ્ય સચિવ પંકજકુમારને સોંપી હતી તપાસ

પાટણઃ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(Patan HNG North Gujarat University) દ્વારા વર્ષ 2018માં MBBSના પ્રથમ વર્ષની પરીક્ષામાં દસ જેટલા વિદ્યાર્થીઓને નાપાસ થયા હોવાનું સામે આવ્યુ હતું. આ વિદ્યાર્થીઓએ પોતાના પરિણામથી અસંતોષ વ્યક્ત કરી પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી નાખી નપાસમાંથી પાસ કરવામાં આવ્યા હતા. જે કૌભાંડ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

યુનિવર્સિટીની બેદરકારીને ધ્યાનમાં લઈને ધારાસભ્યએ વિધાનસભાગૃહમાં પણ ચર્ચા કરી

જો કે આ મામલે વિદ્યાર્થી સંગઠનો તેમજ પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ(Patan MLA Kirit Patel) દ્વારા તટસ્થ તપાસની માંગણી કરી હતી. બેદરકારીને લઈને વિદ્યાર્થી સંગઠનોએ ભારે હોબાળો મચાવી ધાંધલ-ધમાલ કરી હતી. યુનિવર્સિટીનું બેદરકારપણુંને ધ્યાનમાં લઈને ધારાસભ્યએ સમગ્ર પ્રકરણ વિધાનસભાગૃહમાં પણ ચર્ચા કરી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇને યુનિવર્સિટી દ્વારા બે સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને સુપરત કર્યો હતો. તેમાં પણ ગેરરીતિ થયા હોવાનું જણાયું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ IAS અધિકારી નાગરાજનને તપાસ સોંપી હતી. ત્યારબાદ આ તપાસ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારને(Chief Secretary Pankaj Kumar) સોંપવામાં આવી હતી.

ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી બીજી ઉત્તરવહીઓ મુકાઈ હોવાનો થયો ઘટસ્ફોટ

પંકજકુમારે આ સમગ્ર પ્રકરણની ઝીણવટ ભરી તપાસ કરી તારીખ 19/8/2021ના રોજ તપાસ અહેવાલ ઉચ્ચ શિક્ષણ કમિશનરને(Commissioner of Higher Education) સુપ્રત કર્યો હતો .જે તપાસ અહેવાલમાં થયેલ ભલામણોમાં પુનઃમૂલ્યાંકનની કામગીરી દરમિયાન બેઠકને 391, 392 અને 406ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું અને તેને બદલે બીજી લખેલી ઉત્તરવહીઓ મુકાઈ હોય તેમ પ્રસ્થાપિત થાય છે. તપાસ અધિકારીની આ ભલામણોને રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી મંજૂર કરવામાં આવી છે.

કમિશનરે દોષિતો સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા રજિસ્ટ્રારને કર્યો હુકમ

તપાસ અધિકારીના અહેવાલને પગલે ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશ્નરે સરકારની સુચના મુજબ તારીખ 12 /11/ 2021ના રોજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના(North Gujarat University) રજીષ્ટરને પત્ર લખી આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હાલના કુલપતિ અને તે સમયના MBBS ઉત્તરવહી પુનઃમૂલ્યાંકન સમિતિના કન્વીનર ડૉ. જેજે વોરા અને કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સામે શિસ્ત વિષયક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા તેમજ તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતોનો હકીકતલક્ષી અહેવાલ તાત્કાલિક દિન સાતમા રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે હવે કુલપતિ ડૉ. જેજે ફોર સામે કેવા પગલાં ભરવામાં આવે છે તેને લઈ ભારે ઉત્સુકતા ફેલાઇ છે.

આ પણ વાંચોઃ પાટણ HNG યુનિવર્સીટી કેમ્પસમાં ફાયર સ્ટાફની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી યોજાઈ

આ પણ વાંચોઃ ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 242 પોઈન્ટ ગગડ્યો

ABOUT THE AUTHOR

...view details