પાટણઃ જિલ્લાના હાઇવે માર્ગો પર બુધવારથી ST બસો દોડતી થઈ છે જેને કારણે જિલ્લાના લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે. પાટણ ST ડેપો દ્વારા નિયમોને આધીન હાલમાં ચાર રૂટ પર બસ સેવા શરૂ કરી છે.
પાટણમાં ST બસ સેવાનો પ્રારંભ, ચાર રૂટો પર બસ સેવા શરૂ - Patan ST Depot
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર બુધવારથી ST બસો દોડતી થઈ છે જેને કારણે જિલ્લાના લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે. પાટણ ST ડેપો દ્વારા નિયમોને આધીન હાલમાં ચાર રૂટ પર બસ સેવા શરૂ કરી છે.
કોરોના મહામારીને પગલે લગાવવામાં આવેલા તબક્કાવાર લોકડાઉનમાં સમગ્ર રાજ્યમા ST બસની સેવાઓને બંધ કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉન-4 અમલી કર્યું છે જેમાં વેપાર ધંધા અને અન્ય બાબતો અંગે નિતી-નિધાન કરવાની રાજ્ય સરકારને સ્વતંત્રતા આપી છે. જેને અનુસંધાને રાજ્ય સરકારે પ્રવાસીઓના હિતમા ST બસ સેવા ચાલુ કરવાનો નિર્ધાર કરી આ બાબતે નિગમના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી રાજ્યમાં બસ સેવા શરૂ કરી છે. ત્યારે જિલ્લામાં પણ 55 દિવસ બાદ હાઇવે માર્ગો પર એસટી બસો દોડતી થઈ છે. પાટણ ડેપો દ્વારા તકેદારીના ભાગ રૂપે તમામ બસોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. ડેપો દ્વારા રાધનપુર, હારીજ, ચાણસ્મા અને સિધ્ધપુર એમ ચાર રૂટ પર બસ સેવા ચાલુ કરી છે. આ રૂટો પર દિવસ દરમિયાન 70 ટ્રીપ દોડશે. બસમાં પ્રવાસ કરવા આવનાર દરેક પ્રવાસીનુ થર્મલ ગનથી તાપમાન પણ માપવામાં આવે છે. ST ડેપો દ્વારા હાલમાં ચાર રૂટ પર બસ સેવા શરૂ કરી છે અને આગામી દિવસોમાં વિભાગીય કચેરી તરફથી જે સૂચના મળશે તે પ્રમાણે આગળના રૂટની બસ સેવા શરૂ કરવામાં આવશે.