પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણોએ મડાસાતમની ઉજવણી કરી, માતા પ્રતિક રૂપે નનામી બનાવવામાં આવે છે પાટણમાં:વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા વર્ષોની પરંપરા મુજબ મડા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના લોકોએ કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા-અર્ચના કરી માતાજીનું વાહન ગણાતી નનામી પર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરી હતી.
બિંદુક્ષણી માતા નું વાહન શબ છે: દરેક દેવી દેવતાઓ અલગ-અલગ વાહનો ઉપર આરૂઢ થયેલા હોય છે. જ્યારે પાટણમાં બિરાજમાન બિંદુક્ષણી માતા સબ ઉપર બિરાજમાન છે. તેથી તેને શબવાહિની માતા કહેવામાં આવે છે જે ખરેખર આશ્ચર્યની બાબત છે. પરંતુ તેની પાછળ પણ એક ઇતિહાસ વર્ણવાયેલો છે. વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આ રોગચાળાથી બચવા માટે એ સમયે શ્રીમાળી તેમજ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા કુળદેવી બિંદુક્ષણી માતાની પૂજા કરી નનામી મા મડું મૂકી તેને ફેરવી હતી. જેથી રોગચાળામાંથી મુક્તિ મળી હતી.
નિરોગી આરોગ્યની કરી પ્રાર્થના: ત્યારથી બ્રાહ્મણો દ્વારા દર વર્ષે નવરાત્રીના સાતમના દિવસે મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે. બિંદુક્ષણી માતાનું વાહન શબ હોઈ તેના પ્રતિક રૂપે નનામી બનાવવામાં આવે છે. માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ દરેક લોકો આ નામની ઉપર બેસી વર્ષ દરમિયાન પોતાનું આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે માતાજીને પ્રાર્થના કરે છે. વર્ષોની પરંપરા આજે પણ અકબંધ જોવા મળીવિઓ 2 છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં સમાજના લોકો માતાજીના મંદિરે ભેગા થઇ માતાજીની પૂજા-અર્ચના કરે છે. પ્રતીકરૂપે બનાવેલી નનામી ઉપર બેસી વર્ષ દરમિયાન આરોગ્ય નિરોગી અને તંદુરસ્ત રહે તે માટેની પ્રાર્થના કરે છે.
બ્રાહ્મણો દ્વારા જાળવી રાખવામાં આવી: આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલમાં ચાલી રહી છે. ત્યારે વિવિધ સમાજમાં રહેલી જૂની પ્રથા અને પરંપરાઓ આજે પણ અકબંધ જોવા મળે છે. આધુનિક યુગ હોવા છતાં સમાજમાં રહેલી જૂની પરંપરાઓ પ્રથાઓ અને કરવઠાને લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક પુરા કરે છે. ત્યારે પાટણમાં પણ વર્ષોની મડા સાતમ ની પરંપરા આજે પણ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા જાળવી રાખવામાં આવી છે.
- Patan News: ધનાસરા ગામના આંટી ગરબાની રમઝટ ખેલૈયાઓમાં લોકપ્રિય
- Patan News: પાટણ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ, 67 દરખાસ્તો મંજૂર, કરવેરા બમણા કરાયા