ગુજરાત

gujarat

By

Published : Mar 16, 2020, 7:11 PM IST

Updated : Mar 16, 2020, 7:24 PM IST

ETV Bharat / state

પાટણ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર

કોરોના વાયરસને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે, ત્યારે આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ પાટણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ સિવિલ હોસ્પિટલમાં કોરેન્ટાઈન વોર્ડ કાર્યરત કર્યો છે.

Hospital
પાટણ

પાટણ: ભારત સરકારે કોરોના વાયરસની ભયાનકતાને જોઈને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. સરકારે સમગ્ર દેશમાં આ રોગનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગને સજાગ કર્યું છે. આ સાથે શાળા, કૉલેજો, જાહેર મેળાવડાઓ અને મલ્ટીપ્લેક્સ બંધ કરવાના આદેશ આપ્યા છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે શરદી, ખાસી, અને તાવના દર્દીઓનો ભારે ઘસારો જોવા મળે છે.

પાટણ સિવીલ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ કાર્યરત

પાટણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કોરોના વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે 15 પથારીનો કોરેન્ટાઈન વોર્ડ તૈયાર કયો છે. તેમજ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટેની તાલીમ પણ આપવામાં આવી છે.

Last Updated : Mar 16, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details