ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રિમાં માટીના ગરબાના વેચાણ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું, જુઓ વિશેષ અહેવાલ... - corona virus pandemic

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન મા જગદંબાની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ. જેનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ આ વર્ષે દરેક તહેવારોની જેમ નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગતા ખેલૈયામાં ઉત્સાહનો સંચાર નથી. તો બીજી તરફ ઘટસ્થાપન માટે જેનું વિશેષ મહત્વ છે એવા માટીના ગરબા પાટણના પ્રખ્યાત ઓતિયા પરિવારો દ્વારા બનાવી તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ ઘરાકીનો અભાવ વર્તાઇ રહ્યો છે.

special story
special story

By

Published : Oct 16, 2020, 4:11 PM IST

પાટણ: મા જગદંબાની આરાધના અને ઉપાસના કરવાનું પર્વ એટલે નવરાત્રિ. ભારતીય ધર્મશાસ્ત્રોમાં ચાર નવરાત્રિ પર્વ બતાવવામાં આવ્યા છે. મહાનવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, અષાઢ નવરાત્રિ તેમજ શારદીય નવરાત્રિ. જેમાં આસો માસની શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે.

નવરાત્રિમાં માટીના ગરબાના વેચાણને પણ પહોંચી કોરોનાની અસર, જુઓ વિશેષ અહેવાલ

નવરાત્રિમાં ઘટસ્થાપન શા માટે?

આ પર્વમાં ભક્તો દ્વારા અનેક રીતે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિ પર્વમાં ખાસ કરીને માટીના ગરબાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતમાં ગરબાને ગર્ભ કહ્યો છે. ગરબો સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. માટીમાંથી તૈયાર થયેલા ગરબામાંની અંદર દીપ પ્રજ્વલિત કરી દીવો મૂકવામાં આવે છે અને તેના છિદ્રોમાંથી રેલાતા કિરણો સમગ્ર બ્રહ્માંડને તેજ પૂરું પાડે છે. ગરબાને મા જગદંબાની શક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. અને તેથી જ આદિ-અનાદિ કાળથી નવરાત્રિમાં સૌ કોઈ ગરબાને ચાચર ચોકમાં મૂકી તેની આરાધના કરે છે.

નવરાત્રિમાં માટીના ગરબાના વેચાણને પણ પહોંચી કોરોનાની અસર, જુઓ વિશેષ અહેવાલ


ગરબાના વેચાણ પર કોરોનાનો ફટકો:

નવરાત્રિમાં ગરબાના વેચાણને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. નવરાત્રિ દરમિયાન માટીના ગરબાનું વિશેષ મહત્વ વિશેષ રહેલું છે. પાટણના ઓતિયા પરિવારો દ્વારા દર વર્ષની જેમ માટીના રંગબેરંગી ગરબા બનાવી તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી કોઇ ઓર્ડર મળ્યો નથી. તો લોકોમાં પણ કોરોનાને કારણે ગરબાની ખરીદીમાં અભાવ વર્તાઇ રહ્યો છે.

ખેલૈયાઓમાં નવરાત્રિને લઇને ઉત્સાહનો અભાવ:

દર વર્ષે વિવિધ શેરી-મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી નવ દિવસ સુધી માની આરાધના કરતા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે સરકારે ગરબા મહોત્સવો પર રોક લગાવતા ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે. જો કે આ વખતે પણ પ્રાચીન પરંપરા મુજબ શક્તિના ઉપાસકો માટીના ગરબા પ્રસ્થાપિત કરી માતાજીની ઉપાસના જરૂરથી કરશે.

પાટણથી ભાવેશ ભોજકનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details