ડોશી નોમનું વિશેષ મહત્વ - Special significance of Doshi Nom
સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ પક્ષમા દેશભરમાંથી લોકો માતૃ તર્પણ કરવા માટે આવે છે.તો શુક્રવારે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પિંડદાન કરી માતૃ ઋણ માંથી મુકતી મેળવવાનો અહેસાસ કર્યો હતો.
પાટણ: માતૃશ્રાદ્ધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત સિધ્ધપુરના આ બિંદુ સરોવર મામલે પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ હજારો વર્ષ પૂર્વે મહામુનિ કરદમ ઋષિ અને માતા દેવહુતિએ 10 હજાર વર્ષ સુધી તપ કર્યું હતું. તો વિષ્ણુ ભગવાનના પાંચમાં અવતાર માનવામાં આવતા ભગવાન કપિલ મુનિએ અહીં માતા દેવહુતીને સંખ્યાજ્ઞાન આપી માતાનો ઉદ્ધાર કરી ઋણ મુક્ત બન્યા હતા. ત્યારબાદ ભગવાન પરશુરામે પણ માતાનું અહીં પિંડ દાન કરી માતૃ ઋણમાંથી મુક્ત બન્યા હતા. ત્યારથી આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે.