ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે કર્યા રાઉન્ડ - કોરોનાવાઈરસ

પાટણ શહેરની વિવિધ સસ્તા અનાજની દુકાનો પરથી બુધવારે કાર્ડ ધારકોને રાશનનો જથ્થો આપવામાં આવશે. આ દરમિયાન વધુ પડતી ભીડ એકત્ર ન થાય તે માટે દુકાનો આગળ લોકો વચ્ચે અંતર જળવાય રહે તે માટે ગોળ રાઉન્ડ કરવામાં આવ્યા છે.

shop
shop

By

Published : Apr 1, 2020, 12:04 AM IST

પાટણઃ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ શહેરમાં આવેલા પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનો ઉપરથી બુધવારથી અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે.

આ વિતરણ વ્યવસ્થા દરમિયાન કોરોના વાયરસને લઇ ગ્રાહકો વચ્ચે અંતર જળવાઈ રહે તેં માટે દુકાનો આગળ ગોર કુંડાળા કરવામાં આવ્યા છે. સરકારની જાહેરાત મુજબ રેશનકાર્ડમાં સમાવેશ વ્યક્તિદીઠ 3.5કિલો ઘઉં, કાર્ડ દીઠ 1.5 કિલો ચોખા, એક કિલો દાળ 1 કિલો ખાંડ એક મીઠાની થેલી આપવામાં આવશે. જ્યારે અંત્યોદય કાર્ડધારકોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં10 કિલો ચોખા એક કિલો દાળ 1 કિલો ખાંડ અને એક મીઠાની થેલી આપવામાં આવશે.

આ ઉપરાંત જે લોકો રેશનકાર્ડ કે અન્ય કોઇ પુરાવા ધરાવતા નથી અને અંત ગરીબ નિરાધાર તેમજ ઘર અને કુટુંબના છે તેવા પરિવારોને પણ સરકાર દ્વારા અનુભવી યોજના હેઠળ લાભ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details