- પાટણમાં તસ્કરોનો રંજાડ
- જવેલર્સની બે દુકાનોને નિશાન બનાવી ચોરીને આપ્યો અંજામ
- બે દુકાનોમાંથી 7.39 લાખનો મુદ્દામાલ લઈ થયા ફરાર
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોનું પગેરુ મેળવવા કવાયત હાથ ધરી
- સોની બજારના વેપારીઓમા ફેલાયો ફફડાટ
પાટણ: જિલ્લાના હિંગળાચાચર ચોક વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ તિરૂપતી જવેલર્સ અને યમુનાજી જ્વેલર્સને ગત રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કોષ જેવા સાધન વડે બંને જ્વેલર્સની દુકાનના શટર ઉંચા કરી અંદર પ્રવેશ કર્યો હતો અને તિરૂપતિ જવેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 456200ની મત્તા ઉઠાવી ગયા હતા, જ્યારે યમુનાજી જ્વેલર્સ નામની દુકાનમાંથી મજટ સિલ્વર તથા ચાંદીના દાગીના મળી રૂપિયા 253700નો મુદ્દામાલ મળી બન્ને દુકાનોમાંથી કુલ રૂપિયા 7,39,600નો મુદ્દામાલ લઈ પલાયન થઈ ગયા હતા. સવારના સમયે હિંગળાચાચર વિસ્તારમાં પેપર નાખવા નીકળેલા ફેરિયાએ આ બંને દુકાનોના શટર તૂટેલા જોતાં ચોંકી ઉઠયો હતો અને બંને દુકાનોના માલિકોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા A ડિવિઝન, એલસીબી, તેમજ એસ.ઓ.જીનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.