ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમવારથી પ્રારંભ થયેલો શ્રાવણ માસ સોમવારે થયો પૂર્ણ

શ્રાવણ માસના અંતિમ દિવસે પાટણ શહેરના વિવિધ શિવાલયોમાં ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને શિવભક્તોએ ભગવાન સદાશિવની પૂજા અર્ચના કરી હતી. શહેરના શિવમંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

શ્રાવણ માસ
શ્રાવણ માસ

By

Published : Sep 6, 2021, 5:23 PM IST

  • શ્રાવણ માસના અંતિમ દિવસે સવારથી જ શિવાલયોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો
  • શિવજીની બીલીપત્ર સહિત વિવિધ દ્રવ્યોથી કરાઈ પૂજા
  • મલ્હાર બંગલોઝમાં બાર જ્યોતિર્લીંગના દર્શન યોજાયા

પાટણ: ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસ સોમવારથી શરૂ થયો હતો અને તેની પૂર્ણાહુતિ પણ સોમવારે થતાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ શિવાલયોમાં સવારથી જ શિવ ભક્તોએ ભગવાન શિવને બીલીપત્ર, દૂધ સહિતના દ્રવ્યો વડે પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસ

વિવિધ સ્થળોએ યજ્ઞ પણ યોજાયા

શહેરના ઈશ્વર મહાદેવ ખાતે આરતી પણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો. શહેરના મલ્હાર બંગ્લોઝ ખાતે બાર જ્યોતિર્લીંગના દર્શન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા, તો વિવિધ સ્થળોએ યજ્ઞ પણ યોજાયા હતા. પાટણમાં ભક્તિમય માહોલમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

સોમવારથી પ્રારંભ થયેલો શ્રાવણ માસ સોમવારે થયો પૂર્ણ

શિવયોગ, સિદ્ધિયોગ અને સોમવતી અમાસનો જોગાનુજોગ થયો સમન્વય

હિન્દુ શાસ્ત્રોમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે, ત્યારે આજે સોમવતી અમાસ સિદ્ધિ યોગ અને યોગનો જોગાનુજોગ સમન્વય થયો હતો. જેને લઇને વિવિધ શિવાલયોમાં શિવભકતોએ પૂજા-અર્ચના કરી હતી, તો મહિલાઓએ પણ પીપળાના વૃક્ષની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરી પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details